________________
લેખ સંગ્રહ: ૬ :
[ ર૨૫ ] મારું” એ બરાબર સમજી શોધી કાઢવામાં આવે તેમજ તેવી ગંભીર ભૂલને સુધારી, પ્રત્યેક કાર્યમાં નિરભિમાનપણે “નહીં હું અને નહીં મારું' એમ શુદ્ધ બુદ્ધિથી માનવામાં–આદરવામાં આવે ત્યારે જ મેહને પરાભવ કરવાના સાધનભૂત સર્વ શુભ સામગ્રીની સાર્થકતા માની શકાય. તે વિના તો પ્રાપ્ત થયેલી શુભ સામગ્રી પણ કેવળ નિષ્ફળ જ સમજવી. એ જ વાત ઉપાધ્યાયજી મહારાજે નીચેના પદમાં પ્રદર્શિત કરી છે.
પદ–રાગ ધનાશ્રી. ચેતન! જ્ઞાનની દષ્ટિ નિહાળે,
ચેતન મેહદૃષ્ટિ દેખે સો બાઉરે, હેત મહા મતવાલે. ચેતન- ૧ મેહદૃષ્ટિ અતિ ચપલ કરત હે, ભવ વન વાનર ચાળે; યોગ વિયોગ દાવાનળ લાગત, પાવત નહિ વિચાલે. ચેતન. ૨ મહદષ્ટિ કાયર નર ડરપે, કરે અકારન ટાળે; રન મેદાન લરે નહિ અરિશુ, સુર લરે ક્યું પાળે. ચેતન- ૩ મહદષ્ટિ જન જનકે પરવશ, દીન અનાથ દુ:ખાળે; માગે ભિખ ફરે ઘરઘરણું, કહે મુઝને કેઉ પાળે. ચેતન- ૪ મેહદષ્ટિ મદમદિરા માતી, તાકે હેત ઉછાળે; પરઅવગુનરાગે સે અહનિશ, કાગ અશુચિ ક્યું કાળે. ચેતન, ૫ જ્ઞાનદષ્ટિમાં દોષ ન એતે, કરે જ્ઞાન અજુઆલે; ચિદાનંદઘન સુજસ વચનસ, સજજન હૃદય પખાળે. ચેતન- ૬
જ્યાં સુધી જીવ મેહગ્રસ્ત થઈ મદમત્તની પેરે ફરે છે ત્યાં સુધી તેની વિપરીત ચેષ્ટાયેગે ભારે ખુવારી થાય છે. જ્યાં સુધી
૧૫