________________
[૨૪]
શ્રી કરવિજયજી હું અને મારું' એવો આ મોહરાજાને મંત્ર સમસ્ત જગતને અંધ કરનારે છે. એટલે “હું અને મારું' એ બે શબ્દના સંકેતથી આખું જગત મહિને વશ થઈ જાય છે, પરંતુ નકારયુક્ત થયેલા તે બંને શબ્દો વડે બનેલો પ્રતિમંત્ર મોહને જ ક્ષય કરનારે થાય છે. અર્થાત્ “નહીં હું અને નહીં મારું” એવી ભાવનાવાળા મહામંત્રથી સમર્થ એવા મોહને પણ પરાજય થઈ શકે છે. તાત્પર્ય કે મહને જીતવા માટે એવી સદભાવનાની ખાસ જરૂર છે. તે વિના કઈ રીતે પ્રબળ મોહને પરાજય કર શક્ય નથી. “હું અને મારું” એવા મિથ્યા અભિમાનથી આત્માને જ પરાજય થાય છે. પણ જે ભેદજ્ઞાનથી સદ્વિવેકના વેગે એવું મિથ્યાભિમાન ગળી જાય અને વસ્તુતત્વનું યથાર્થ ભાન થાય તે પછી સર્વ વ્યવહારકરણમાં કર્તુત્વપણાને મિથ્યા આડંબર તજી દઈ સાક્ષીપણે માત્ર મધ્યસ્થપણું જ અવલંબવામાં આવે. તેવું ઉદાર સાક્ષીપણું તો
જ્યારે “હું અને મારું” એવી અનાદિની વિપરીત બુદ્ધિને તજી “નહીં હું અને નહીં મારું' એવી સદબુદ્ધિ ધારવામાં આવે ત્યારે જ બનવું શકય છે. “હું અને મારું” એવી વિપરીત વાસના અનાદિ અવિવેકગે સહગત હોવાથી મહમૂઢ જીવને પ્રત્યેક કાર્યમાં પ્રાય: એવી જ માઠી ભાવના બની રહે છે. એવી વિપરીત ભાવનાવડે આખું જગત અંધ બની ગયું છે, અને એમ અંધ બની જાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. જ્યારે કઈ પ્રબળ ભાગ્યવશાત્ સદગુરુનો સમાગમ પામી તેમણે આપેલો હિતોપદેશ આદરપૂર્વક સાંભળી, હદયમાં ધારી તેને મર્મ વિચારવામાં આવે અને તેવા સદ્વિચારગે સદ્વિવેક જાગવાથી પિતાની અનાદિની ભૂલ-પ્રત્યેક કાર્યમાં થતું મિથ્યાભિમાન-“હું અને