________________
[ ૨૨૨ ]
શ્રી કપૂરવિજયજી વણ ન ગંધ ન રસ નહિં ફરસ ન, દીર્ઘ હસ્વ ન હુંત; નહિ સૂમ બાદર ગતવેદી, બસ થાવર ન કહેત. પ્રાણી૨ અહી અમાની અમારી અભી, ગુણ અનંત ભદત; પદ્રવિજયનિત્યસિદ્ધસ્વામીને, લળી લળી લળી પ્રણમંત. પ્રાણુ-૩
પરમાર્થ એ છે કે સિદ્ધભગવાન, સ્વભાવ એકત્વ યાને સંપૂર્ણ સ્થિરતા પરિણામને અક્ષયપણે પ્રાપ્ત થવાથી નિત્ય પૂર્ણાનંદમાં મગ્ન રહે છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શનથી સર્વ કાલકના ભાવ પ્રત્યેક સમયે સંપૂર્ણ રીતે જાણે છેદેખે છે અને સંપૂર્ણ આત્મશક્તિના સ્વામી થયા છે. અશરીરી-અરૂપી શુદ્ધ ચેતનાના સ્વતંત્ર સ્વામી થયાથી તેમનામાં કોઈપણ પ્રકારે પુગળ સંબંધી વિકાર સંભવતો જ નથી. તેઓને જન્મ, જરા અને મરણ આદિ વ્યાધિ કે ઉપાધિને લેશ માત્ર સંબંધ નથી. તેથી જ તેઓ અજ, અવિનાશી, અક્ષય અને અજરામર ગણાય છે. આત્માની સહજ સ્વાભાવિક નિષ્કષાયવૃત્તિ પ્રાપ્ત થયાથી તે અનંતાનંત ગુણના અધિપતિ થયા છે. જેઓ સદાકાળ એકાંતિક અને આત્યંતિક સુખમાં નિમગ્ન રહે છે એવા સિદ્ધ ભગવાનને અમે ત્રિકરણ શુદ્ધિથી નમસ્કાર કરીએ છીએ. જે ઉત્તમોત્તમ સ્થિરતાચારિત્રથી સિદ્ધ ભગવાન સહજાનંદમાં નિમગ્ન રહે છે તે ચારિત્ર સર્વદા અનુમોદનીય અને અનુકરણીય છે. એવી ઉત્તમોત્તમ સ્થિરતાને સાધવા માટે જ સર્વ શુભ કરણ કરવાની છે. એવા ઉત્તમ લક્ષપૂર્વક પ્રયત્ન કરનાર પુરુષ અંતે સફળતાને પામે છે. ૮.
( જે. ધ. પ્ર. પુ. ૨૫, પૃ. ૧૬, ૩૪ ]