________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧] સમજાવીને શાસ્ત્રકાર સર્વ મુમુક્ષુ જનને એવી આત્મકતા પ્રગટ કરવા, સ્થિરતા ગુણનું યત્નથી સેવન કરવા ભલામણ કરે છે. પ્રથમ ક્ષુદ્રતાદિક દુષ્ટ દોષનું દલન કરી, અક્ષુદ્રતાદિક ઉત્તમ ગુણેને અભ્યાસ કરી, ધર્મયોગ્યતાને પામી, સદ્દગુરુની યથાવિધિ સેવા કરી, ધર્મશાસ્ત્રનું પ્રમાદરહિત શ્રવણ, મનન અને યથાશક્તિ પરિશીલન કરી, સમ્યગદર્શનવડે તત્વનિશ્ચય કરી, સમ્યગજ્ઞાનવડે તત્ત્વઅવધ મેળવી અને સમ્યફચારિત્રવડે તત્વરમણ કરી કે સ્વભાવરમણને શુભ અભ્યાસ સેવીને અનુક્રમે સ્થિરતા ગુણને ખીલવી, મોક્ષાથી સાધુ અંતે આત્મએકત્વતા યાને સંપૂર્ણ સ્થિરતાચારિત્રને પ્રાપ્ત કરી શકે છે. તેવી સંપૂર્ણ સુખદાયી દશા પ્રગટ કરવાને સર્વ બાધક કારણેને બહુ સાવધાનતાથી દૂર કરવાની અને સર્વ સાધક કારણેને બહુ યત્નથી આદરવાની જરૂર પડે છે. એમ કરીને અનુક્રમે સર્વ ઇંદ્રિયવિજય અને સર્વ કષાયજય કરતાં, આત્મા શાંત, પ્રશાંત અને ઉપશાંત બની જાય છે. આ શાંત, પ્રશાંત અને ઉપશાંત આત્મા જ સંપૂર્ણ સ્થિરતાને-કહે કે શુદ્ધ સ્વભાવરમણને પૂર્ણ અધિકારી હોઈ શકે છે. પ્રસંગે પાત પૂર્ણ સ્થિરતાપ્રાપ્ત પરમાત્માનું અથવા સિદ્ધ આત્માની સ્થિતિનું કંઈક દિગ્દર્શન કરાવવા શ્રીમદ્દ પદ્યવિજયજી મહારાજે શ્રી સિદ્ધપદની પૂજામાં આ પ્રમાણે વર્ણન કર્યું છે.
(ઢાળ-રાગ ફાગ) સિદ્ધ ભજે, ભગવંત, પ્રાણ પૂર્ણાનંદી; સિદ્ધ લેકાલેક હે એક સમયે, સિદ્ધિવધૂ વરકત; અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિક પંત. પ્રાણુ૧