________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧૯ ]. ભાવના કહેવાય છે. દુઃખી જનેની દાઝ દિલમાં ધારી પિતાથી બને તેટલી સહાય તેમને કરવી અને બની શકે તે તેમનું દુઃખ સર્વથા દૂર થાય એવા ઉપાય દીર્ઘદશી પણથી આપવા તે કરુણાભાવના કહેવાય છે. તેમજ અતિઘોર અને નિંદ્ય કર્મ કરનારા નીચ જનો ઉપર દ્વેષ નહિ કરતાં તેમનાથી વિરક્ત થઈ રહેવું તે માધ્યસ્થભાવના કહેવાય છે. એવી ભાવના ભવ્ય આત્માને જ સંભવે છે અને તે ઉત્તમ રસાયણ જેમ રોગીને ગુણકારી થાય છે તેમ અત્યંત હિતકારી થાય છે. ઉપર કહેલી ભાવનાવડે જ કરેલી ધર્મકરણ લેખે આપે છે; પણ ભાવના વિના તો કરેલી કરણી કેવળ કલેશરૂપ થઈ પડે છે. અલુણા ધાન્યની જેમ ભાવના વિનાની કરણ જીવને રુચતી નથી, અને રુચિ વિનાની ક્રિયા કલેશરૂપ જ થાય એ સ્વાભાવિક છે. રુચિ અને પ્રીતિ એ સાધનનાં મુખ્ય અંગ છે, તે વિના સાધક સ્વસાધ્યની સિદ્ધિ કરી શકતો જ નથી. એવી ઉત્તમ રુચિ અને પ્રીતિને પેદા કરવા અને પુષ્ટ કરવા માટે પૂર્વોક્ત ભાવના અમૃત સમાન છે. ઉક્ત ભાવનામૃતનું સતત સેવન કરવાથી વેગની અસ્થિરતા દૂર થાય છે, સ્થિરતા ગુણ પ્રકટ થાય છે અને અનુક્રમે તેની પુષ્ટિ થતી જાય છે, માટે મોક્ષાથી જનેએ સ્થિરતા ગુણની પ્રાપ્તિ અને વૃદ્ધિ કરવા માટે ઉપર કહેલા ભાવનારૂપ અમૃતનું વિશેષ પ્રકારે સેવન કરવું યુક્ત છે. ૭. - હવે સિદ્ધ ભગવાનમાં પણ સ્થિરતારૂપ ચારિત્ર સદા વિદ્યમાન છે, એમ સમજાવી સાધુજનને એવી સ્થિરતાનું જ સેવન કરવા શાસ્ત્રકાર આગ્રહ કરે છે.
પિતાના અસંખ્ય પ્રદેશમાં રહેલા અનંત જ્ઞાનદર્શનાદિક