________________
[ ૨૧૮]
શ્રી કરવિજયજી શુભ અથવા શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યક્રિયા પણ ભાવની શુદ્ધિ માટે જ થાય છે, એમ લક્ષપૂર્વક સત્પ્રવૃત્તિ કરતાં અનુક્રમે અભ્યાસના બળથી ચિત્તાદિકની શુદ્ધિ થઈ શકે છે. જેમને સર્વ સંયમની યોગ્યતા પ્રાપ્ત થઈ છે તેવા ભવભીરુ જનને દ્રવ્યપૂજાદિકની જરૂર રહેતી નથી, તેમને તો ઇંદ્રિય અને કષાયના નિગ્રહથી તથા અહિંસાદિક મહાવ્રતનું યથાવિધિ પાલન કરવાથી સહેજે ભાવશુદ્ધિ પ્રાપ્ત થાય છે, પરંતુ મંદ અધિકારી એવા ગૃહસ્થાએ એવા સમર્થ સાધુજનેને દાખલો લઈને સ્વયેગશુદ્ધિને મુખ્ય માર્ગ ત્યજી દેવો નહિ. ગૃહસ્થોને માટે સ્વયેગશુદ્ધિને બીજે સરલ ઉપાય સામાયક, દેશાવગાશિક અને પૌષધ વિગેરેનું સમપરિણામથી સેવન કરવું, હિંસાદિ અવતને ત્યાગ કરવો અને યથાશક્તિ ઇંદ્રિય તથા કષાયને દમવા પ્રયત્ન કરવો એ છે. દાન, શિયાળ, તપ અને ભાવનાનું યથાશક્તિ સેવન કરવાથી ગૃહસ્થ પણ સ્વાગની શુદ્ધિ કરી શકે છે. તે સર્વેમાં ભાવનાનું પ્રધાનપણું કહ્યું છે. સંસારની અનિત્યતા-અસારતા ચિંતવવી કેવળીભાષિત ધર્મ જ જીવને તત્વથી શરણભૂત છે. જીવ શુદ્ધ ધર્મનું સેવન કર્યા વિના પ્રમાદવશાત્ અશુભ કર્મ કરીને સંસારચક્રમાં ફર્યા કરે છે, એ વિગેરે દ્વાદશભાવનાવડે ભવ્ય જ ભવને અંત લાવી શકે છે. જગતમાં સહુ કે મારા મિત્ર છે, કોઈ મારો વૈરી નથી, સહુ સુખી થાઓ, કોઈ દુઃખી ન થાએ, સહુ સન્માર્ગ સન્મુખ થાઓ અને ઉન્માર્ગથી વિમુખ થાએ, એવી બુદ્ધિને જ્ઞાની પુરુષે મૈત્રીભાવના કહે છે. સર્વ સદ્દગુણ જનોમાં રહેલા સગુણે સદા સર્વદા અનુમોદનીય છે. તેવા સદગુણ જનેને દેખી મનમાં પ્રમુદિત થવું તે પ્રમાદ