________________
લેખ સંગ્રહ : ૬
[ ૨૧૭ ] થનારી અત્યંત અધાતિને વારવાર યાદ લાવીને મેાક્ષાથી જનાએ તેવી દુ:ખદાયી અસ્થિરતાને દૂર તજવી ચેાગ્ય છે. સ્થિરતા એ એકાંત સુખના રસ્તા છે, અને અસ્થિરતા એ એકાંત દુ:ખને જ માર્ગ છે, એમ સારી રીતે મનમાં નિરધારીને અહિતકારી એવા અસ્થિરતાના માર્ગે સર્વથા તજવાને લખ્ય જનાએ સ્વત: ઉજમાળ થવું જોઇએ; તેમ છતાં જો તું સ્વત: અસ્થિરતાને ઉદીરીશ એટલે અસ્થિરતા પ્રગટ થાય એવાં જ વિરુદ્ધ કારણેાને આપમતિથી સેવીશ તા તેથી તારી અત્યાર સુધીમાં વધેલી સુખશાંતિના પણ લેપ થઇ જશે. જે સુખશાંતિના સાક્ષાત્ અનુભવ લેવા તું ભાગ્યશાળી બન્યા છે તેને પણ લેાપ તારી જ ગફલતથી થઇ જશે, તે પછી અભિનવ સુખશાંતિની તે આશા જ શી ? જેમ પ્રબળ પવનના ચૈાગથી ઘડીવારમાં મેઘની ઘટા વિખરાઈ જાય છે અને મેઘની ઘટાથી ઉત્પન્ન થયેલી શુભ આશા પ્રમળ વાયુના વેગથી ક્ષણમાં વિસરાળ થઈ જાય છે, તેમ અસ્થિરતાના યેાગે થાડા જ વખતમાં પૂર્વ પ્રયત્નથી લાધેલી સમાધિના લેાપ થઈ જાય છે; અને ચાગની અસ્થિરતાથી સમાધિના લેાપ થતાં દુ:ખમાત્ર અવશિષ્ટ રહે છે, એમ સમજીને પ્રાપ્તસમાધિને સાચવી રાખવા અને અભિનવ સમાધિને પ્રગટ કરવા અનિષ્ટ અસ્થિરતાને શમાવી દઇ સ્થિરતાણુનુ સવિશેષ સેવન કરવા તત્પર રહેવુ જોઇએ. તેટલા માટે પ્રથમ શુભ ચેાગનું સેવન કરીને અશુભ ચેાગને તજવા જોઇએ. જેમ રાગી માણુસને ઓષધની જરૂર પડે છે તેમ ચપળ સ્વભાવી સંસારી જીવાને પણુ પેાતાના મન, વચન અને કાયાની શુદ્ધિ માટે શુદ્ધ નિરજન પરમાત્માની પૂજાપ્રતિષ્ઠાદિક દ્રવ્યકરણીની આવશ્યકતા છે,