________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૫ ] દીવા કરવા પડતા હોય ત્યારે જ થવી સંભવે. સ્વાભાવિક જાતિવાળા રત્નદીપકથી ઉપરની સર્વ ખટપટ મટી જાય છે અને પ્રકાશ પણ સુંદર મળે છે તેમ જ્યારે આત્મામાં સ્વાભાવિક પ્રકાશ અને શીતળતાને આપનારો સ્થિરતારૂપી સહજ દીપક પ્રગટ થયો, તે પછી કૃત્રિમ સુખશાંતિ માટે ખાટા સંકલ્પ કરવારૂપ ક્ષણિક દીપક પ્રગટાવવાની શી જરૂર ? તાત્પર્ય એ કે આત્મામાં અચળ સ્થિરતા પ્રગટયા બાદ એવી શાંતિ પ્રસરે છે કે, પછી કૃત્રિમ સુખશાંતિ માટે કંઈ પણ પ્રયત્ન કરવો પડતે જ નથી. અરે ! અખંડ રાજ્યને પામીને અસાર વસ્તુને માટે કેણ યત્ન કરે ? સંક૯પ પછી વિકલ્પની શ્રેણી જાગે છે અને એવા ખોટા સંકલ્પવિકોથી આત્મામાં અશુભ કર્મનું આવાગમન થાય છે, તે આવા સ્થિરતાવંતને સંભવતું નથી, કેમ કે તેને એવા કૃત્રિમ સુખને માટે સંકલ્પવિકલપ જ સંભવતા નથી, તે તેવા કારણ વિના પાપ આશ્રવ સંભવે જ કેમ ? એવી રીતે સંક૯૫વિકલ્પથી અને પાપ આશ્રવથી સહેજે દૂર રહેવાથી સ્થિરતાને આત્મા અપૂર્વ સુખશાંતિને સાક્ષાત્ અનુભવ કરે છે–કરી શકે છે. ખરું જોતાં આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિક ગુણમાં જ રમણ કરવું, તેમાં જ સ્થિર થવું તે જ નિર્મળ ચારિત્ર છે. અને એવા ચારિત્રવડે જ આત્મા અપૂર્વ સમાધિ-સુખને સાક્ષાત્ અનુભવ કરીને અંતે અવિનાશી એવા મેક્ષપદને વરે છે. જ્યાં જન્મમરણની, સંગવિયેગની કે આધિ વ્યાધિ સંબંધી રંચ માત્ર ઉપાધિ નથી; એવું નિરુપાવિક શાશ્વત મોક્ષસુખ સહજ સ્થિરતાવંતને જ પ્રાપ્ત થાય છે, એવી સહજ સ્થિરતા સતત અભ્યાસના ગે પ્રાપ્ત થઈ શકે છે અને એ શુભ અભ્યાસ પણ સાંસારિક ઉપાધિ સર્વથા અથવા