________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૩] કલ્યાણ સાધી શકાય છે તે જ કિયા તેથી વિપરીત ગવડે સાધવાથી આત્માને શી રીતે હિતકારી થઈ શકે ? એમ સમજીને જે શુભાશય સ્થિરતાનું સેવન કરે છે તેમને કેટલી બધી સુખશાંતિ સંભવે છે તે શાસ્ત્રકાર હવે બતાવે છે. ૪.
સદ્વિચારવડે અસદ્વિચારને ઉપશમાવી દઈ, શુભ સંકલ્પબળથી અશુભ સંકલ્પવિકલ્પને હઠાવી દઈ મનની મલિનતા હર કરી, અનુક્રમે શુદ્ધસ્વરૂપી પરમાત્મામાં મનને પરોવી દઈ, દઢ અભ્યાસથી તેમાં મનની એકતાને-સ્થિરતાને સાધે છે, તેમ જ સર્વજ્ઞ વીતરાગે કથેલા આપ્ત આગમનો આશ્રય લઈ, સત્ય તત્ત્વનું શોધન કરી, ક્રોધ, માન, માયા, લોભ, ભય અને હાસ્યાદિને દૂર કરી, પ્રાણુત કષ્ટથી પણ નહીં ડરતાં, અચળ સિદ્ધાંતને વળગી રહી, સહુ કોઈને પ્રિય, પચ્ચ અને તથ્ય વચનવડે જ સંતોષી, વચનના નિગ્રહવડે જે મનીંદ્રમાર્ગને અનુસરે છે, અર્થાત્ જેવું મનમાં વતે છે એવું જ વચન દ્વારા દે છે અને એવું જ લક્ષપૂર્વક કાયાથી પ્રવર્તાવે છે, એમ જેના ત્રણે યોગ અવિરુદ્ધપણે પ્રવર્તે છે તેવા અવિરુદ્ધ વર્તનથી જેમને સર્વાને સ્થિરતા વ્યાપી છે, એવા યોગી પુરુષની સહજ શાંતિનું શું કહેવું? ગમે તેવા અનુકૂળ કે પ્રતિકૂળ સંગમાં, ગમે તેવા સ્થાનમાં કે ગમે તેવા સમયમાં તેવા સાધુપુરુષનો સ્વભાવ શીતળ જ સંભવે છે. તેમાં કદાપિ વિકાર થવો સંભવ જ નથી. કેઈ આવીને સન્મુખ ઊભા રહી તેની સ્તુતિ કરો યા નિંદા કરે, કેઈ આવીને શીતળ ચંદનાદિકથી અર્ચા કરે ત્યા કેઈ આવીને વાંસલાવડે છેદી જાઓ તો પણ તે બંને ઉપર જેને સમાનભાવ વર્તે છે તે મહાપુરુષ જ ભેગીના અદ્ભુત નામને સાર્થક કરે છે. જે