________________
[ ૨૧૨ ]
શ્રી કપૂરવિજયજી સાંભળીને અથવા તે ઇંગિત આકાર ઉપરથી જાણીને એકાંત હિતબુદ્ધિથી સદુપાય બતાવે છે, તે બરાબર લક્ષમાં રાખીને કાળજીથી લેવો જોઈએ. ચિત્તની ચંચળતા–અસ્થિરતા જેથી વધતી જતી હોય એવા બાધક વિચારોથી અથવા તેનાં કાર.
થી દૂર રહેવા સંબંધી જે સદુપદેશ તેઓ દે તેનું અમૃતની જેમ પાન કરવું જોઈએ, જેમ સઘનાં હિતકારી વચનને વિરાધી સ્વચ્છંદપણે વર્તનાર માણસ દુઃખી જ થાય છે તેમ સદ્દગુરુનાં એકાંત સુખકારી વચનને અનાદર કરીને આપમતે ચાલનાર શિષ્ય પણ દુઃખને જ ભાગી થાય છે, માટે ગુરુમહારાજ પરોપકાર બુદ્ધિથી આપણને જે જે શિખામણ આપે તે તે લક્ષપૂર્વક સાંભળી, હદયમાં ધારણ કરી તેને બનતો અમલ કરવા કટિબદ્ધ રહેવું એ આપણી ફરજ છે.
જે સદગુરુની સત્ય અને સરલ સુખદાયી શિખામણને આપણે સારી રીતે આદર કરવા ચકીએ નહિં, તે આપણા ચિત્તની ચંચળતા, વચનની નિરપેક્ષતા અને કાયાની કુટિલતા દૂર કરવાને આપણે સમર્થ થઈ શકીએ; પરંતુ જે આપણે આપણા કર્તવ્યથી ચકીને સદ્દગુરુનાં વચનને અનાદર કરીએ તે આપણે આપણા મન, વચન અને કાયાને નિર્દોષ બનાવવાને બદલે ઊલટા સદેષ બનાવીએ અને એવા સદેષ મન, વચન અને કાયાથી કરવામાં આવતી ક્રિયા પણ સદોષ જ થાય. જ્યારે ક્રિયા જ સદોષ હોય ત્યારે તેમાંથી નિર્દોષ એવા મેક્ષફળની આશા શી રીતે રાખી શકાય? અથવા તો જેમ દૂધ, ઘી જેવા પિષ્ટિક પદાર્થો નીરોગી ને પુષ્ટિકારક થાય છે તેમ રેગિષ્ટને સુખદાયી થતા નથી પણ ઊલટા દુઃખદાયી થાય છે, તેવી જ રીતે જે ક્રિયા સ્થિર મન, વચન અને કાયાવડે કરવાથી