________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૧૧] ખેંચી લેવામાં આવે છે ત્યારે જ શાંતિ વળે છે, તે પછી ઊંડા ખંચી ગયેલા મોટા શયનું તો કહેવું જ શું? જ્યાં સુધી તે અંદર પેઠેલા શલ્યનો નિકાલ ન થાય ત્યાંસુધી જીવને એક ક્ષણભર પણ રતિ ઉપજતી નથી, પરંતુ આ સર્વે તે દ્રવ્ય શલ્ય છે અને તે બાહ્ય ઉપચારોથી ઉદ્ધરી પણ શકાય એવા છે, તેથી તે વિવિધ ઉપાયથી ઉદ્વરી લેવામાં પણ આવે છે. તેમ છતાં તેવું દ્રવ્યશલ્ય રહી જાય તે પણ તેની ફક્ત એક જ ભવમાં વ્યથા સહેવી પડે છે. વળી તે જે સમભાવે સહન કરી લેવાય તો ભવાંતરમાં તેવા દ્રવ્યશલ્યથી કંઈપણ દુઃખ થતું નથી, પરંતુ જે મનની અસ્થિરતા-ચિત્તની ચંચળતારૂપ અંતરંગ ભાવશલ્ય રહી જાય તો તેથી જીવને અનેક ભવમાં વિટંબના સહેવી પડે છે. જ્યારે એક નાની સરખી ફાંસની પણ વેદના સહન કરવી મુશ્કેલ થઈ પડે છે અને તેથી જ તેટલી ફાંસને પણ ઝટપટ કાઢી નાંખવા પ્રયત્ન કરાય છે ત્યારે અનંત દુ:ખદાયી એવા સંસારચક્રમાં ભમાડનાર અસ્થિરતારૂપી અંતરંગ મહાશલ્યની તે શાણા માણસેથી કેમ જ ઉપેક્ષા કરી શકાય ? બાહ્ય ઉપચારથી સુખે ઉદ્ધરી શકાય એવા દ્રવ્યશયની પણ દુખદાયી ઉપેક્ષા કરાતી નથી તે અંતરંગ મહાશલ્યની તે ઉપેક્ષા કરી જ કેમ શકાય ? અને એવી અણઘટતી ઉપેક્ષા કરવાથી આત્માનું કેટલું બધું અહિત થાય? એમ સમજીને શાણું માણસોએ તે અંતરંગ મહાશલ્યને ઉદ્ધરવા માટે યોગ્ય પ્રયત્ન અવશ્ય કરો જ જોઈએ. તેના ઉપચારનાં જાણ એવા જ્ઞાની સદગુરુની સમીપે જઈ નમ્રતાપૂર્વક પોતાનું દુઃખ નિવેદન કરી તેને અમોઘ ઉપાય પૂછો જોઈએ. સઢેઘ સમાન સદગુરુ ભવ્યજીવની કહેલી હકીકત