________________
[૨૧૦]
શ્રી કરવિજયજી કે–“મનને જીતવાથી ઇંદ્રિય સુખે જીતી શકાય છે, અને ઇંદ્રિયે જીતાયાથી કર્મને પણ સુખપૂર્વક નિરોધ થઈ શકે છે. કર્મને નિરોધ થવાથી અંતે અક્ષયસુખ પ્રાપ્ત થાય છે માટે મનને જ મારવું યુક્ત છે.” મનને માર્યા વિના ઈચ્છાનિરોધ થતું નથી અને ઈચ્છાનિધિરૂપ વિનાના તપ, જપ પણ અક્ષયસુખને માટે થતા નથી, કેમકે ઈચ્છાનિરોધરૂપ તપ, જપ તથા સંયમવડે જ આત્મા સર્વ કર્મબંધનથી સર્વથા મુક્ત થઈને અવિનાશી એવા એક્ષપદને પામે છે. ૩
ચિત્તની સ્થિરતા વિના અધીરજ અને અવિશ્વાસથી અથવા કેવળ લોકરંજન માટે કરવામાં આવતી કરણીથી કંઈ પણ કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, એ ઉપરની વાતથી સિદ્ધ થાય છે તે પણ તે વાતને જ પુષ્ટિ આપવા શાસ્ત્રકાર પુન: યુક્તિપુરસર શિષ્યને સમજાવે છે કે – - જ્યાં સુધી પેટમાં ચુંટ રહી ગઈ હોય અને તેને કઈ ઉપાય વિશેષથી દૂર કરી ન હોય ત્યાં સુધી ગમે તેવું ઔષધ રેગીને ગુણકારી થઈ શકતું નથી, તેથી જ નિપુણ વૈદ્યો દરદીના દર્દનું નિદાન શોધીને પછી જ તેને ઉચિત દવા આપે છે. જે પેટમાં ચૅટ રહેલી માલૂમ પડે તે પ્રથમ તેને જ ઉપાય કરે છે. ચેટ રહી જવાથી મળકોશ બગડે છે, ચંક આવે છે, બદહજમી થાય છે અને તેને અવસરે ઉચિત ઈલાજ કરવામાં ન આવે તે કવચિત્ પ્રાણુત પણ થઈ જાય છે, તેથી જ નિપુણ વૈજને તેને ઉપાય પ્રથમ કર્યા પછી જ બીજે ઘટિત ઈલાજ કરે છે. એક જરા જેટલી ફાંસ પણ જે હાથ કે પગમાં વાગી ગઈ હાય તો જીવને ક્યાંય ચેન પડતું નથી, જ્યારે તેને યત્નથી