________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૯] સુખથકી પોતે જ પિતાને વંચિત રાખે છે. તેમ ચળચિત્તવાળો જીવ પણ ચપળતાથી અપર અપર ક્રિયાને કરતે અને આગલી આગલીને છાંડતો પોતે જ પોતાને તે તે ક્રિયાના શુભ ફળથી વંચિત રાખે છે. દગ્ધ, શૂન્ય, અવિધિ અને અતિપ્રવૃત્તિ એ દેષચતુષ્ટયથી ક્રિયા કરનાર તેના શુભ ફળથી સ્વાભાવિક રીતે જ ન્યારો રહે છે.
અવંચક ક્રિયા યેગે જ અવંચક ફળ મળી શકે છે. જે ક્રિયામાં કઈ પણ પ્રકારની કુટિલતા ન હોય તે ક્રિયા જ અવંચક કહી શકાય છે, અને તે મન, વચન અને કાયાની એકતાથી જ બની શકે છે. જેવું મનમાં એવું જ વચનમાં અને એવું જ કાયામાં પ્રવર્તાવવામાં આવે તો જ એક્તા જળવાય છે, અને એવી એકતા જળવાય તે જ ક્રિયાઅવંચકતાથી ફળઅવંચકતા પ્રાપ્ત થાય છે. રહેણીકરણી એક સરખી કરવાથી જ એવી એકતા જળવાય છે. નિર્દોષ મન નિર્દોષ એવું સાપેક્ષ વચન અને એવું જ નિર્દોષ વર્તન કરવાથી ક્રિયાઅવંચકતા ગણાય છે, એવી અવંચકક્રિયાના ભેગથી મોક્ષરૂપ અવંચકફળની સહેજે પ્રાપ્તિ થાય છે. વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસાર શુદ્ધ શ્રદ્ધા અને નિશ્ચળતાપૂર્વક વર્તવાથી જ આત્માને અંતે એ અપૂર્વ લાભ મળે છે, એમ સમજીને ચિત્તની ચપળતા વારવાને અને નિશ્ચળતા આદરવાને અવશ્ય પ્રયત્ન સેવ યુક્ત છે. મન ઉપર કાબૂ મેળવ્યા વિના વચન અને કાયાની પ્રવૃત્તિ નિર્દોષ સંભવતી નથી. સ્વછંદપણે ચાલવાથી નિરપેક્ષ વચનને વ્યાપાર તેમજ તેવું નિરપેક્ષ વર્તન પણ સંભવે છે, માટે જ મનને સાધવા વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. કહ્યું પણ છે
-
૧૪