________________
[૨૮]
શી કપૂરવિજયજી પ્રમાણમાં અનુક્રમે વધતા જાય છે. તેથી આત્માનું નિર્મળ જ્ઞાન બાધિત થાય છે અને અવરાઈ જાય છે. પ્રથમ જે ચિત્તને વેગ નિર્મળ જ્ઞાનપ્રવાહમાં જ વહેતું હતું તે આ જડવસ્તુ વિષયિક લેભ પ્રાપ્ત થયા પછી બીજા તુચ્છ પુદગલ સંબંધી સંકલ્પવિકલ્પની પરંપરામાં જ વહેવા માંડે છે. તેથી નિર્મળ જ્ઞાનના માર્ગમાં મોટો ફ્રેમ પેદા થાય છે અને અનુક્રમે લેભના યેગે સંકલ્પવિકલ્પની વૃદ્ધિ થતાં પૂર્વે ઉપાર્જન કરી રાખેલું જ્ઞાન પણ બહુધા અવરાઈ જાય છે.
મનમાં આવા વિપરીત વેગથી બીજું અપૂર્વ જ્ઞાન પેદા કરવાનું તે બને જ ક્યાંથી? આવા સબળ કારણથી જ ગુરુમહારાજ શિષ્યને ચપળતાયેગે થતા સંકલ્પવિકલ્પોને દાબી દેવા અને સ્થિરતા ગુણનું સેવન કરવા ખાસ કરીને સમજાવે છે, માટે ચિત્તની સ્થિરતાથી આત્માની કેવી અવનતિ (હલકાઈ) થાય છે તેનું હવે ગુરુમહારાજ શિષ્યને કંઈક જ્ઞાન કરાવે છે. ૨.
જેમ પરપુરુષમાં આસક્ત થયેલી વ્યભિચારિણી સ્ત્રી સ્વપતિને ઠગવા તથા પિતાની નાતજાતમાં સતીપણું જણાવવા ઠાવકું મેં રાખીને બેલે છે, નીચું જોઈને ચાલે છે અને સ્વમુખ
પવી આવું ઓઢીને હરેફરે છે, એ વિગેરે વિવિધ ચેષ્ટાઓ કરે છે તે સર્વે મનની કુટિલતાથી-કપટવૃત્તિથી કંઈ પણ હિતકારી થતી નથી. તેમ ચંચળ ચિત્તવાળાની ચેષ્ટા આશ્રી પણ સમજી લેવું. જો કે અસતી સ્ત્રી અનેક પ્રકારની ચેષ્ટા સ્વપતિ વિગેરેને છેતરવા માટે જ કરે છે, અને કદાચ તેથી તે છેતરાય પણ છે, તો પણ તે સ્ત્રી તે પોતાની કુટિલતાથી પોતાના આત્માને જ ઠગી સતીપણાના સુખથકી તેમજ સ્વર્ગાદિકના: