________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૭] સમતાને શમી જાય છે ત્યારે ચિત્ત શરદઋતુના જળની જેવું સ્વચ્છ અને શાંત બને છે અને એમ થવાથી આત્મામાં રહેલો સહજ ગુણનિધાન પિતાને સાક્ષાત્ દશ્યમાન થાય છે. તાત્પર્ય કે ચિત્તની પ્રસન્નતાથી કરવામાં આવતી સર્વ સાધના સફળ થાય છે. જેમાં નિર્મળ જળમાં નીચે પડેલી વસ્તુ પ્રત્યક્ષ દેખાય છે તેમ સંકલ્પવિકલ્પની સહજ ઉપશાંતિથી ચિત્તમાં સ્વાભાવિક રીતે પ્રગટ થયેલી પ્રસન્નતાવડે આત્મામાં રહેલા અદ્દભુત ગુણેનું એવું ભાન થઈ આવે છે કે જે મનની સંકલ્પવિકઃપવાળી મલિન દશામાં કદાપ થઈ શકે જ નહીં, માટે જ સ્થિરતા માટેનો સર્વ ઉપદેશ સાર્થક છે. વળી શાસ્ત્રકાર ચિત્તની ચપળતાથી પ્રગટ થતે મેટો ગેરફાયદો બતાવી આપી સ્થિરતા ગુણનું જ સેવન કરવા શિષ્યને સમજાવે છે. ૧.
જેમ દહીંથી, છાશથી કે ફટકડી જેવી ખાટી વસ્તુના સંયોગથી થોડા જ વખતમાં દૂધ જેવા મિષ્ટ પદાર્થના ફેદફદા થઈ જાય છે, તેમ લોભયુક્ત માઠા વિકલવડે અમૃત જેવા જ્ઞાનાદિ ગુણને પણ નાશ થઈ જાય છે. કેઈપણ પિગલિક વસ્તુ સંબંધી લાભ પેદા થયે છતે ચિત્તની ચપળતાથી એવા એવા અને એટલા બધા સંક૯૫વિકલપ જાગે છે કે જેથી અમૃત જેવું સુખદાયી અને નિરુપધિક જ્ઞાન પણ અવરાઈ જાય છે. જેમ કોઈ એક જળાશયમાં પથ્થરનો કટક નાંખતાં જ પાણીમાં એક પછી એક એમ અનેક કુંડાળાં થવા માંડે છે અને તે વિસ્તારમાં પણ વધતા જઈ તે જળાશયમાં ફેલાતા જાય છે તેમ મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરતિ મોહના સંગથી આત્મામાં કેઈ પણ જડ વસ્તુ વિષયિક લેભનો ઉદય થાય છે ત્યારે તત્સંબંધી અનેક પ્રકારના સંકલ્પવિકપિ પણ સ્વાભાવિક રીતે જ ઊઠે છે અને તે