________________
[૨૦૬]
શ્રી કરવિજયજી એતે પર નહીં વેગકી રચના, જે નહીં મન વિશ્રામ; ચિત્ત અંતર પર છલકું ચિતવત, કહા જપત મુખ રામ. જ૦ ૪ બચન કાય ગેપે દઢ ન ધરે, ચિત્ત તુરંગ લગામ; સામે તું ન લહે શિવ સાધન, કણ સૂને રાન. જ૦ ૫ પઢે શાન ઘરે સંજમ કિરિયા, ન ફિર મન ઠામ, ચિદાનંદ ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ. જ૦ ૬
એવી રીતે પરભાવમાં જતાં મનને વારી સ્વભાવમાં જ સ્થિર કરવા શાસ્ત્રકાર ભલામણ કરે છે. મનની અસ્થિરતાથી અનેક સંકલ્પવિકલ્પ ઉદ્દભવે છે અને તેથી માનસિક અશાંતિશે ભારે દુઃખ પ્રગટે છે અથવા પૂર્વે ચિત્તની પ્રસન્નતાયેગે પ્રાપ્ત થયેલી સુખશાંતિને ભંગ થાય છે. એમ સમજી અવિચ્છિન્નપણે સુખશાંતિને સાધવા શુદ્ધ સાધ્યમાં સ્વચિત્તને સ્થિર કરી સંકપવિકલ્પને શમાવવા યત્ન કરે જરૂર છે, તેવા પવિત્ર લક્ષ વિના કરવામાં આવતા પ્રયત્ન કંઈ પણ કલ્યાણને સાધનારો થતું નથી અને પવિત્ર લક્ષપૂર્વક સ્થિર ચિત્તથી કરવામાં આવેલે પ્રયત્ન શીધ્ર સફળતાને પામે છે. શુદ્ધ શ્રદ્ધા અને સ્થિરતાથી કોઈ પણ એવું કાર્ય નથી કે જે સાધી ન શકાય. અંગ્રેજીમાં પણ કહેવત છે કે Patience and perseverance overcome mountains. અર્થાત્ હિંમત અને ખંતથી ગમે તેવું મહાભારત કામ પણ સાધી શકાય છે. જ્યાં સુધી ચિત્તની ચપળતાથી ઉત્પન્ન થતાં અનેક સંકલ્પવિકને દાબી દઈ સ્થિરતા (Stability of mind) સાધવાને આત્મા સન્મુખ થતો નથી ત્યાંસુધી લક્ષ વિના કે કેલા બાણની જેમ નિષ્ફળતાથી તેને ખેદ જ પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે ચિત્તની ચપળતા(Agitatation of mind) થી ઉત્પન્ન થતા સંકલ્પવિકપિ