________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૨૦૫] અને સ્થિરતા વિનાનો પ્રયત્ન પણ નિષ્ફળ થાય છે, માટે શાસ્ત્રકાર સ્થિરતાને અવલંબી રહેવા ખાસ ઉપદેશ આપે છે.
ગુરુમહારાજ પરોપકારબુદ્ધિથી શિષ્યને પ્રતિબંધ કરે છે કે-“ભાઈ ! તું ચિત્તની ચપળતાને લીધે કંઈપણ હિત સાધનને સારી રીતે સ્થિરતાથી સેવતો નથી, સમુદ્રના તરંગની જેમ ક્ષણક્ષણમાં કંઈ કંઈ તરંગે ધારે છે, એકને મૂકી બીજી વસ્તુને આદરે છે અને બીજીને મૂકી ત્રીજીને આદરે છે. એમ કરી અસ્થિરતાથી તેનું કંઈ પણ શુભ ફળ પામતું નથી તેમ કરવું હે વત્સ! તને હિતકારી નથી, પણ અહિતકારી છે, કંઈ પણ શુભ ક્રિયા સમજીને સ્થિર મન, વચન અને કાયાથી સેવી હોય તો જ તેનું યથાર્થ ફળ મળી શકે છે. દષ્ટાંત તરીકે કંઈ પણ મંત્રસાધન કે વિદ્યાસાધન જે બરાબર સ્થિરતા અને શ્રદ્ધાથી વિધિવત્ કરવામાં આવે તે જ તે ફલિભૂત થાય છે, નહીં તે તે નિષ્ફળ જાય છે અને કવચિત્ નુકશાનકારી પણ થાય છે, માટે કઈ પણ શુભ કરણ કરતાં અસ્થિરતા કે અશ્રદ્ધા તે કરવી જ નહીં. શ્રદ્ધા અને સ્થિરતાથી સમજપૂર્વક યથાવિધિ તેનું પાલન કરવાથી જ યથેષ્ટ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, નહીં તો કેવળ કલેશ માત્ર ફળ થાય છે. શ્રીમદ ઉપાધ્યાયજી મહારાજે જ આ પ્રમાણે કહ્યું છે કેજબ લગ આવે નહીં મન ઠામ-એ ટેક. તબ લગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ, ગગને ચિત્રામ. જ૦ ૧ કરની બિન તું કરે રે મોટાઈ, બ્રહ્મવતી તુઝ નામ; આખર ફળ ન લહેગે જગ, વ્યાપારી બિનુ દામ, જ૦ ૨ મુંડ મુંડાવત સબહિ ગડરિયા, હરિણુ રેઝ બન ધામ; જટાધાર વટ ભસ્મ લગાવત, રાસલ સહત હે ઘામ. જ૦ ૩