________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
(૩) સ્થિરતાઇજ
વિવેચન—જ્યાંસુધી મનની, વચનની કે કાયાની ચપળતા ટળી નથી, જ્યાંસુધી તેવી ચપળતા ટાળવા પ્રયત્ન સેવવામાં આવતા નથી અને જ્યાંસુધી જીવને પ્રવૃત્તિમાર્ગ પ્રિય લાગે છે ત્યાંસુધી જીવને એકાંત હિતકારી અને એકાંત સુખદાયી સ્થિરતાસમાધિ યા નિવૃત્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેમાં પણ મનની ચપળતા રોકવી તે બહુ જ મુશ્કેલ છે. તે કામ કરવું જેવું દુ ટ છે તેવું તે જરૂરનું પણ છે. મનને વશ કર્યા વિના અથવા મનની ચપળતા વાર્યા વિના તત્ત્વથી જીવને શાંતિ-સમાધિ સભવતી જ નથી માટે સત્ય અને અવિચ્છિન્ન સુખશાંતિના અભિલાષી જનેાએ મનને વશ કરવા અવશ્ય પ્રયત્ન સેવવા જરૂર છે. જેમ એક નાયકને વશ કરવાથી સર્વ વશ થઇ જાય છે તેમ મનને વશ કરવાથી સર્વ સુખ સ્વાધીન થાય છે અને સ દુઃખ દૂર જાય છે. તેથી જ શાસ્ત્રકાર મનને વશ કરવા શિષ્યને સોધ આપે છે, અને ભાર દઈને જણાવે છે કે જ્યાંસુધી મન ઠેકાણે આવે નહીં ત્યાંસુધી કરવામાં આવતી ધકરણી પણ કલેશરૂપ થાય છે. સ્થિર મનથી-શાંત ચિત્તથી જ્યારે પ્રસન્નપણે ચથાવિધિ ધર્મકરણી કરવામાં આવે છે ત્યારે તેની લહેજત, તેની મીઠાશ, તેના સ્વાદ યા તેના અનુભવ કાઈ અપૂર્વ રૂપમાં થાય છે. તે કરણી દુ:ખહરણી જ છે, એમ આત્માને પેાતાને જ ખાત્રી થાય છે. જો કે સર્વ જીવતું સાધ્ય એક સુખ જ છે અને તેનાં સાધન તા અસંખ્ય છે, છતાં · સમતાથી જે તેમાંના કોઈપણ સાધનને અવલખી સુખને માટે પ્રયત્ન કરે છે તે અંતે સ્વસાધ્ય મુખને પામે જ છે. સમતા