________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૦૩ ] મન વધતું ન હોય તેવા ભાવભીરુ જીવને માટે જ્ઞાની પુરુષોએ સંવિપક્ષીપણું સ્વીકારવાનું પણ ફરમાવ્યું છે. જ્યારે તે સ્વમાનનું મર્દન કરી નમ્રપણું આદરે છે અને સત્ય સર્વજ્ઞકથિત માર્ગને પ્રરૂપતાં મનમાં કંઈપણ સંકેચ રાખતું નથી ત્યારે જ ઉક્ત માર્ગનું યથાર્થ પાલન કરી શકાય છે. આ દૂષમ કાળમાં એવી રીતે માનનું મર્દન કરવું, સ્વદેષનું પ્રગટ કરવું અને સંકેચરહિત સદગુણીની પ્રશંસા કરવી એ પણ દુર્લભ છે. તેથી તથા સમાચિત સક્રિયાના સેવનથી તે પણ પ્રશંસનીય છે. ઉપર કરેલા ઉલ્લેખમાં અંતે એ વાત સ્પષ્ટ કરી બતાવી છે. ઉપર કહેલા ત્રણે માર્ગમાં ગમે તે માર્ગનું કપટરહિત સેવન કરનારનું ખાસ લક્ષ મોક્ષસુખને જ સાધવાનું હોય છે. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રધર્મનું એટલે જેટલે અંશે આરાધન કરવા આત્મા ઉજમાળ થાય છે એટલે તેટલે અંશે તે વિભાવને તેજી, સ્વભાવ સન્મુખતાને ભજી સહજ સમાધિસુખનો ભાગી થાય છે અને અનુક્રમે ઉક્ત રત્નત્રયીનું યથાર્થ આરાધના કરી તે અક્ષય અવિનાશી સિદ્ધપદને વરે છે, સ્વાભાવિક પૂર્ણતાને પામે છે, નિરુપાયિક સુખને સાધે છે. યાવત્ પરમાનંદમય થાય છે, અને જન્મમરણ સંબંધી સર્વ દુઃખને સર્વથા અંત કરી લોકાગ્ર સ્થિતિને ભજે છે. એવી અનુપમ આત્મસ્થિતિ સાક્ષાત્ અનુભવવાના અથ જનેએ અક્ષુદ્રતાદિક ધર્મગ્યતા પામીને નિર્દોષ રત્નત્રયીનું આરાધન કરવા સદા ઉજમાળ રહેવું જોઈએ. સ્વાધીનપણે જે આત્મદમનવડે પૂર્વોક્ત રત્નત્રયીનું યથાર્થ આરાધન કરે છે તેમને જ્યાં કદાપિ પણ પરાધીનતાથી દબાવું પડતું નથી એવું અચળ મહોદયપદ પ્રાપ્ત થાય છે. ૮.
[ જે. ધ. પ્ર. પુ. ૨૪, પૃ. ૩૫૪, ૩૮૬.]