________________
[ ૨૦૨ ]
શ્રી કપૂરવિજયજી
ઇત્યાદિક મુનિગુણના ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે દીક્ષા ગ્રહી, પ્રમાદ તજી, નિ:સ્પૃહ રહી, સ્વપરહિત સાધવા નિષ્કપટપણે સંયમયેાગમાં પેાતાનાં મન, વચન અને કાયાનેા સદુપયેાગ કરે તે સાધુ જ દોષરહિત વ્રતનું આરાધન કરી શકે. તેવા મુનિ જ ધન્ય—કૃતપુણ્ય છે. તેવી કરણી કપટરહિત પાળવી કઠણુ છે. જે પાળે તેની અલિહારી છે. જેનાથી તે પળી ન શકે તેણે કપટરહિતપણે તેવા શુદ્ધ સાધુની સેવાના સિક થવું, ચથા શ્રદ્ધા રાખવી, સદ્ગુણીની અંત:કરણથી અનુમાદના કરવી, ગુણી સાધુના વિનય કરવા, પણ પાતે પાતાના વિનય કરાવવા નહિ. કાઈ ભવ્ય જીવને પ્રતિષેાધી જો તેને દીક્ષા ગ્રહવાની જ ઇચ્છા હૈાય તે! શુદ્ધ ચારિત્રપાત્ર સાધુની પાસે જ દીક્ષા લેવા તેને સમજાવવેા, પણ સ્વાર્થ બુદ્ધિથી તેને ઉત્તમ સાધુની સંગતિમાંથી ચુકાવવા નહિ; એ વિગેરે આચરણ કરવાથી અને પરભવના ડર રાખી બની શકે તેટલી સયકિરિયા પાળવાથી સ્વહિત સાધી શકાય છે. તેવા માર્ગોને જ્ઞાની પુરુષા ‘સવિજ્ઞપક્ષી' માર્ગ કહે છે. તેમાં જો કે સંયમિકરિયાને સારી રીતે પાળી શકાતી ન હેાય તે પણ શુદ્ધ પ્રરૂપણાદિકથી શાસનની પ્રભાવનાવડે સંવિજ્ઞપક્ષી પણ ભવભીરુતાથી અનુક્રમે શિવગતિને સાધી શકે છે. યદ્યપિ મુખ્યપણે શીઘ્ર શિવસુખદાયી સર્વવિરતિ સંયમ જ એકાંત હિતકારી છે. અને તેમ કરવાને અશક્તને માટે દેશવિરતિ ગૃહસ્થધર્મ પણ હિતકારી કહ્યો છે, પરંતુ પ્રથમ ભાવથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેના અંત સુધી યથાર્થ નિર્વાહ કરવાને અસમર્થ જણાયાથી જો કે તેને નિષ્કપટપણે ગૃહસ્થધર્મ અંગીકાર કરી તેમાં યથાવિધિ આદર કરવા જ કહ્યું છે; પણ કારણવશાત્ તેમ કરવાને જેનું