________________
લેખ સંગ્રહે ઃ ૬ ઃ
[ ૨૦૧ ] છે કે તે ખાળજીવને પણ તરત લક્ષમાં આવી શકે તેમ છે. ભાવાર્થ બહુજ અસરકારક છે. ઉપાધ્યાયજી મહારાજશ્રી સીમ ંધરસ્વામીની સ્તુતિના પ્રસંગે મુનિરાજના આ પ્રમાણે ગુણ ગાય છે:ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે; ભવસાયર લીલાએ ઊતરે, સચમ કિરિયા નાવે. ધન્ય૦ ૧ ભાગ પક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પેરે નિજ વિક્રમ ારા, ત્રિભુવન જન આધારા. ધન્ય૦ ૨. જ્ઞાનવંત જ્ઞાનીશું મળતા, તન મન વચને સાચા દ્રવ્ય ભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા, ધન્ય૦ ૩. મૂલ ઉત્તર ગુણ સંગ્રહુ કરતા, ત્યજતા ભિક્ષા ઢાષા; પગ પગ તદૂષણ પરિહરતા, કરતા સંયમ પાષા. ધન્ય૦ ૪. માહપ્રતે હણતા નિત્ય આગમ, ભણતા સદ્ગુરુ પાસે; દૂષમકાળે પણ ગુણવંતા, વતે શુભ અભ્યાસે. ધન્ય૦ ૫. છઠ્ઠું ગુણુઠાણું ભવ અટવી, ઉલ્લંઘન જેણે લહિયુ'; તસ સૌભાગ્ય સકલ સુખ એકે, કેમ કરી જાયે કહિયું? ધન્ય૦ ૬. ગુણઠાણાની પરિણતિ જેની, ન છીપે ભવજ’જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતે કાળ પરાળે. ધન્ય૦ ૭. તેહુવા ગુણ ધરવા અધીરા, જો પણ સાધુ ભાખી; જિનશાસન ાભાવે તે પણ, મુન્દ્રા સવેગે પાખી. ધન્ય૦ ૮. સહણા અનુમાદન કારણ, ગુણથી સયમ કિરિયા; વ્યવહારે રહિયા તે ફસે, જે નિશ્ચય નય દરિયા. ધન્ય૦ ૯. દુ:કરકારથકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઇમ તેહા; ધર્મદાસ પણ વચને રહિયે, જેને પ્રવચન નેહા. સુવિહિત ગકિરિયાના ધારી, શ્રી હરિભદ્ર કહાય; એહ ભાવ ધરતા તે કારણ, મુત્ર મન તેહ સાહાય ધન્ય૦ ૧૧
ધન્ય૦ ૧૦