________________
લેખ સંગ્રહ : ૬ :
| [ ૧૭ ]. પદ (રાગ ધનાશ્રી) જબ લગ ઉપશમ નાહીં રતિ, તબ લગે જેગ ધરે કહ્યું હવે, નામ ધરાવે જતિ. જબ૦ ૧ કપટ કરે તું બહુવિધ ભાતે, ક્રોધે જલે છતી; તકે ફળ તું કયા પાવેગ, શાન વિના નહિં બતી. જબ૦ ૨. ભૂખ તરસ એર ધૂપ હતુ હે, કહેતુ બ્રહ્મવતી; કપટ કેળવે માયા મંડે, મનમેં ધરે વ્યક્તિ,
જબ૦ ૩ ભસ્મ લગાવત ઠાઠે રહેવત, કહત હે હું વસતિ: જંત્ર તંત્ર જડી બુટી ભેષજ, લેભવશ મૂઢમતિ. જબ૦ ૪ બડે બડે બહુ પૂરવધારી, જિનમેં શક્તિ હતી; સે ભી ઉપશમ છોડી બિચારે, પાયે નરક ગતિ. જબ૦ ૫ કેઉ ગૃહસ્થ કે હવે વિરાગી, જોગી ભગત જતિ; અધ્યાતમ ભાવે ઉદાસી રહેશે, પાગ તબ મુગતિ. જબ૦ ૬ શ્રી નયવિજય વિબુધ વર રાજે, જાને જગ કીરતિ; શ્રી જસવિજય ઉવઝાય પસાયે, હેમપ્રભુ સુખસંતતિ, જબર ૭
આ પદને ભાવાર્થ પ્રાય: સુગમ છે, તેથી મનનપૂર્વક વાંચતાં તેનું સહજ ભાન થશે. સર્વત્ર ઉપશમની જ પ્રધાનતા અને તેના વડે જ જ્ઞાન અને ચારિત્રની સફળતા સ્વીકારી છે. ગમે તે મતમાં, ગમે તે સ્થિતિમાં ઉપશમ વિના કલ્યાણ નથી, તેથી મોક્ષાથી સજજોએ જેમ સમતારસની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય તેમ જ લક્ષપૂર્વક સદ્વર્તન સેવવા સતત યત્ન કરે યુક્ત છે. એમ કરતાં કરતાં અનુક્રમે અભ્યાસના બળથી અને સદ્દગુરુની કૃપાથી સર્વ અભીષ્ટ સુખની પ્રાપ્તિ થઈ શકશે. ઉપશમના અભ્યાસવર્ડ પ્રાપ્ત થયેલા સહજ ઉદાસીનતા સુખ પાસે ઇંદ્ર કે ચક્રવર્તીનું સુખ તૃણવત્ માનવામાં આવે છે. ૭