________________
[૧૯૬ ]
શ્રી કÉરવિજયજી સુખ નથી, અને તેથી જ તેમની સર્વ કરણ કેવળ કણકારી અને નિષ્ફળપ્રાય થાય છે. આવા હઠવાદી જનેને શાંતિ કયાંથી હોય? તેમને તે “ક્રિયા કરત ધરત હે - મતા, આ ગલેમેં ફાંસી જેવું જ થાય છે. મિથ્યામતિની આ દશા છે, બાકી જે સદ્દગુરુના સંગથી વિનયબહુમાનપૂર્વક સર્વજ્ઞકથિત શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરે છે, જે ઉપશમરસને પ્રધાન સમજીને તન, મનથી તેનું સેવન કરવા
છે છે અને બને તેટલું સેવન પણ કરે છે તેવા પુરુષોનું જ્ઞાન જ સફળ માની શકાય છે. તે વિના તે ગમે તેટલું જ્ઞાન મેળવ્યું હોય તે કેવળ ભારભૂત જ લેખાય છે. કહ્યું છે કે“જેમ ચંદનના ભારને વહન કરનાર ગર્દભ કેવળ ભારનો જ ભાગી છે, પણ ચંદનની શીતળતાને ભાગી ( તા) નથી તેમ સદ્વર્તનશૂન્ય એ જ્ઞાની કેવળ જ્ઞાનનો જ ભાગી છે. લેકમાં ફકત પંડિત કહેવાય છે, પણ સગતિને ભાગી થઈ શકતો નથી.” સાર એ છે કે ઉપશમાદિક ગુણ પ્રાપ્ત થવાથી જ જ્ઞાનની કે મનુષ્યપણાની સફળતા છે. ઉપશમાદિક ગુણ વિનાનાં જ્ઞાન, ધ્યાન, તપ, શીલ, સંયમાદિક પણ સફળ થઈ શકતા નથી, માટે જ શાસ્ત્રમાં “વસમા હુ સામ' ઉપશમ છે જેમાં એવું જ ચારિત્ર લખાયું છે, ઉપશમ વિનાનું ચારિત્ર અસાર છે અને ચારિત્ર વિનાનું જ્ઞાન અસાર છે અર્થાત જે જ્ઞાનથી ઉપશમપ્રધાન ચારિત્ર ઉદ્દભવ્યું નથી તે જ્ઞાન વધ્ય છે, તેમ જ જેથી સહજ શાંતિ–સમાધિ ઉદ્દભવી નથી તે ચારિત્ર પણ આડંબરરૂપ જ છે. શ્રીમદ્દ ઉપાધ્યાયજી એક પદમાં કહે છે તે જ્ઞાન અને ચારિત્રના અથી જ એ અવશ્ય લક્ષમાં રાખવા ગ્ય છે.