________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૫] કહેવું જ શું? મતલબ એવી છે કે જે જ્ઞાનથી આત્મામાં સમતાદિક સદગુણ વધે અને મહાદિક સંબંધી અંધકાર ના તે જ જ્ઞાન પ્રશસ્ય છે. જે જ્ઞાનવડે અનાદિની કુચાલ મટે અને સદ્વિવેક જાગે તે જ જ્ઞાન સ્તુત્ય છે. જે જ્ઞાનવડે ક્ષમા, મૃદુતા-નમ્રતા, સરળતા અને સંતોષપૂર્વક તપ, જપ તથા સંયમની પુષ્ટિ થાય, તેમ જ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અસંગતારૂપ મહાવ્રતની યથાયોગ્ય રક્ષા થાય તે જ્ઞાન જ સફળ છે, પરંતુ જેથી ઊલટો અનર્થ થાય, મદ–અહંકારાદિક દેષની જ પુષ્ટિ થાય, પક્ષપાત અથવા કદાગ્રહબુદ્ધિ પ્રગટ થાય, અને સ્વાર્થવૃત્તિથી કુયુતિવડે મુગ્ધ લોકોને અવળે માર્ગે દેરી જવાનું બને તે શાસ્ત્ર શસ્ત્રનું જ કામ કરે છે. જે મોક્ષમાર્ગને યથાર્થ બતાવે અને દુર્ગતિથી જીવેનું રક્ષણ કરે તેને જ જ્ઞાની પુરુષે શાસ્ત્ર કહે છે. એવું શ્રેષ્ઠ શાસ્ત્ર સર્વજ્ઞકથિત–આસ ઉપદિષ્ટ જ હોવું જોઈએ. રાગ, દ્વેષ અને મોહાદિક દોષોને સર્વથા ક્ષય કરી વીતરાગતાને ધારણ કરનાર સર્વજ્ઞ અને સર્વદશી આમ કહેવાય છે. તેવા સર્વજ્ઞ વીતરાગને રાગાદિ દોષરહિતપણાથી કંઈપણ વિપરીત કથન કરવાનું લેશમાત્ર પ્રોજન હોતું નથી. તેથી જ તેમનાં વચન સર્વથા માન્ય કરવા છે. આવા સર્વજ્ઞકથિત શાસ્ત્રને આગળ કરી ચાલનાર પુરુષ શ્રી સર્વજ્ઞ વીતરાગને જ આગળ કરે છે અને જે એવી રીતે વીતરાગને આગળ કરી વતે છે તેમને નિચે સકળ ઈષ્ટની સિદ્ધિ થાય છે; પરંતુ જે મૂઢજનો
સ્વમતિથી શાસ્ત્રમાર્ગનું ઉલ્લંઘન કરે છે, પક્ષપાતબુદ્ધિથી કે કદાગ્રહપણથી જે સિદ્ધાંતવચનનું ખંડન કરી સ્વમતનું મંડન કરે છે એવા કુબુદ્ધિજનેને સ્વપ્નમાં પણ સમતાનું