________________
[૧૯૪]
શ્રી કરવિજયજી કરવાને સમર્થ થઈ શકતી નથી. સહજ સ્વભાવમાં રમણ કરવાના સુખની શીતલતા એવી અજબ છે કે તેથી ત્રિવિધતાપ ઉપશમી જાય છે, સર્વ પાપતાપ નષ્ટ થાય છે અને સર્વ જન્મમરણજન્ય આપદાને અંત કરી પરમ સમાધિ ઉપજાવે છે. તેની પાસે બાવનાચંદનાદિક દ્રવ્યની શીતલતા કંઈ જ હિસાબમાં નથી, કેમકે તે તે ક્ષણિક અને કૃત્રિમ હોવાથી સાર વિનાની છે. પ્રગટપણે પણ તેમાં અનુભવી અને મોટું અંતર તેથી જ જણાય છે કે શુદ્ધ નિરંજન પરમાત્માના સ્મરણ માત્રથી આત્મામાં શીતળતા વ્યાપી જાય છે, અને ચંદનને તે સારી રીતે ઘસીને ચોપડવાથી જ ક્ષણ માત્ર બહારથી શીતળતા ઉપજે છે. પૂર્વની શીતળતા સ્વાભાવિક હોવાથી અકૃત્રિમ આનંદ ઉપજાવે છે અને પાછલી શીતળતા કેવળ કૃત્રિમ હવાથી ક્ષત્રિક અને કલ્પિત આનંદને માટે જ થાય છે. શુદ્ધ સાધ્યદષ્ટિ વિના ગમે તેટલી કષ્ટકરણ કરવામાં આવે તે દુઃખહરણી થવી મુશ્કેલ છે અને શુદ્ધ સાધ્યપણે કેવળ પ્રભુનું નામચિંતન પણ કરવામાં આવે તો તે કલ્યાણકારી થાય છે. તેથી જ જન્મમરણાદિક સર્વ દુઃખને અંત કરી આત્મા અંતે અચળ-અવિનાશી-શાશ્વત શિવસુખને વરે છે. હવે શાસ્ત્રકાર સ્વાભાવિક શીતલતાનું માહાત્મ્ય વિશેષ સ્પષ્ટ કરે છે. ૬. છે. જે અધ્યાત્મજ્ઞાન વડે આત્માને અનુભવ જાગે, વિકલ્પ જાળ તૂટે, અજ્ઞાન અંધકાર નાસે, રાગ-દ્વેષ અને મહાદિક મહાશત્રુઓનું જોર ભાંગે, અંતરંગ ગુણ વાધે, યાવત્ સહજ સમાધિ જાગે એવું અનુભવજ્ઞાન જ આત્માને તત્વથી હિતકારી છે. થોડું પણ અનુભવજ્ઞાન પરિણામે આત્માને અત્યંત હિતકારી થાય છે તે એવા અસાધ્ય અમૃતમાં જ ડૂબાડૂબ રહેવાય તેનું