________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૩] વિષય લગનકી અગન બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ; ભઈ મગનતા તુમ ગુણરસકી, કુન કંચન કુન દારા.
- સાઠ શીતળ૦ ૪. શીતળતા ગુન એર કરત તુમ, ચંદન કહા બિચારા; નામ જપત તુમ તાપ હરત હે, વાકું ઘસતા ઘસારા.
સા૦ શીતળ૦ ૫. કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારે આધાર; જસ કહે જનમ મરણ ભય ભાગે, તુમ નામે ભવ પારા. :
સાઠ શીતળ૦ ૬ જગતજતુના અથવા ભવ્ય જનેનાં નયન-કજને વિકસિત કરનાર અથવા શાંતિદાયી શ્રી શીતળનાથ પ્રભુની સાથે અભેદ સંબંધ બતાવતા સતા સ્તવનકાર કહે છે કે-જ્યારે એકાગ્રપણે પરમાત્મ-સ્વરૂપનું ચિંતવન કરવામાં આવે છે ત્યારે આત્મામાં એવી સહજ જ્યોતિ પ્રગટે છે કે જે તિ પ્રભુની સાથે એકતા કરાવે છે, અને અનાદિને મિથ્યા ભ્રમ દૂર કરી મેહમાયાને અંત કરી આપે છે. જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપથી વેગળે રહે છે ત્યારે તે શીલ સંતેષાદિક અંતરંગ ઉદાર કુટુંબથી દૂર જ રહે છે. જ્યારે આમા સર્વ વિભાવને તજી શુદ્ધ સ્વભાવમાં જ રમણ કરે છે ત્યારે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિક નિજ ઋદ્ધિ તેની સમીપે જ આવી રહે છે. પરમાત્મા પ્રભુના સહજ ગુણને અનુભવ થતાં જ કામાગ્નિ ઉપશાંત થઈ જાય છે, મન કામવિકાર રહિત-નિર્વિકારી બને છે, અને જ્યારે મને પ્રભુના શુદ્ધ જ્ઞાનાદિ સહજ ગુણમાં લયલીન થયું ત્યારે ઇંદ્રાદિકની દ્ધિ કે રંભા જેવી સ્ત્રીઓ તે ભાવિત આત્માને ચલાયમાન ૧૩