________________
[ ૧૯૨]
શ્રી કરવિજયજી રહેનાર, આત્માના સહજ સ્વભાવમાં જ રમણ કરનાર સંતપુરુષને જે સ્વાભાવિક સુખશાંતિ સંભવે છે તેનું વર્ણન કરવું વચન દ્વારા બની શકે તેમ નથી, કેમકે તે અતીંદ્રિય સુખ કેઈથી પણ કચ્યું જાય તેમ નથી. તે તે કેવળ અનુભવગમ્ય જ હોવાથી તેને સાક્ષાત્ અનુભવ થયે જ સમજાય તેમ છે. પદ્મિની જેવી પ્રિયા સાથે આલિંગન કરવાથી કામીજનને થતું સુખ તેની પાસે કંઈ હિસાબમાં નથી, તેમજ શીતળ ચંદનના સિંચનથીવિલેપનથી થતી શાંતિ તેની પાસે કંઈ ગણત્રીમાં નથી. અર્થાત્ આત એવા અરિહંત પરમાત્માએ પ્રદર્શિત સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યકૂચારિત્રનું યથવિધિ આરાધના કરવાથી આત્મામાં સહજ ઉદ્ભવેલી શાંતિ અનુપમ અને અવર્ણનીય છે. એવા સ્વાભાવિક સુખની પાસે દુનિયામાંની કઈ પણ વસ્તુ તૃણવત્અસાર માલૂમ પડે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ એક પદમાં શ્રી શીતળજિનની સ્તુતિ કરતાં કહે છે –
રાગ અડાણ. “શીતળજિન મેહે પ્યાર ”—એ ટેકભુવન વિરેચન પંકજ લેચન, છઉકે છઉ હમારા. સાહિબ ૧
તિશું ત મિલત જબ ધ્યાને, હાવત નહિં તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મિટે મહા ભ્રમ ભારા.
સાટ શીતળ૦ ૨ તુમ ન્યારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહિ નજીક નજીક હે સબ હી, ગઠદ્ધિ અનંત અપાર.
સાઠ શીતળ૦ ૩.