________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૯૧] તેમને મુગ્ધતાથી–મૂઢતાથી–મૃગતૃષ્ણાવત્ સુખની ભ્રાંતિથી તેવાં તુચ્છ-અસાર અને ક્ષણિક કલ્પિત સુખની તૃષ્ણ વૃદ્ધિગત થતાં તે બાપડા મુગ્ધ-મૂઢજને તેને મેળવવા માટે જ પ્રયત્ન કર્યા કરે છે. કમનશીબે સહજ સ્વાભાવિક સુખનો ગંધ પણ નહીં મળવાથી વિમુખ જ રહ્યા કરે છે, પરંતુ જેમને સદ્ભાગ્યને સદ્દગુરુનો સમાગમ થયો છે અને તેમની જ કૃપાથી જેમને સ્વપરનું ભાન થયું છે, આત્મા જેવડે વિવિધ કર્મનો બંધ કરી વારંવાર જન્મમરણને ધારણ કરે છે એવાં મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિ કારણેને જેમણે યથાર્થ જાણ્યાં છે અને એમ જાણીને જ જેમણે સમ્યગ્રદર્શન, જ્ઞાન અને ચારિત્રનું આરાધન કરવાને યથાર્થ ઉદ્યમ કર્યો છે એવા મહાનુભાવ મહાત્મા જ આત્માના સહજ સ્વાભાવિક ગુણોને સાક્ષાત પામી, અનુભવી સમતા રસમાં લીન રહે છે. એવા સમતાવંત સાધુજને જેમ જેમ રત્નત્રયીનું આરાધન કરવામાં વિશેષ ઉજમાળ થાય છે તેમ તેમ તેમને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત થતી જાય છે. અનુક્રમે રાગદ્વેષાદિકને સર્વથા ઉપશમાવી તેઓ વીતરાગ દશાને સાક્ષાત્ અનુભવે છે, એવા સમતાસેવી સાધુજને સદા શિરસાવંદ્ય છે. તેમનાં નામોત્રનું સ્મરણ કરતાં પણ પાપ દૂર જાય છે, તે શુદ્ધ અંત:કરણથી તેમની ભક્તિ-સ્તુતિ કરવાનું તો કહેવું જ શું? એવા શુદ્ધ ચારિત્રપાત્ર, સમતાશીલ, સ્વભાવમગ્ન સાધુજને ઉપમાતીત છે, એ વાત શાસ્ત્રકાર વધારે સ્પષ્ટ કરવાપૂર્વક કહે છે. ૫.
સભ્યમ્ જ્ઞાનના પ્રકાશવડે આત્માનું સહજ ચિદાનંદ સ્વરૂપ ઓળખીને તેમાં જ મગ્ન થઈ રહેનાર, પરમાત્મપદમાં લીન