________________
[ ૧૯૦ ]
શ્રી કપૂરવિજયજી
અમૃતજળથી સથા શાંત થયે છતે આત્મામાં પરમ શાંતિ પ્રસરે છે. આ પ્રમાણે જે અધિકાર ભગવતી સૂત્ર પ્રમુખ શાસ્ત્રોમાં કહ્યો છે તે આવા મહાવતી, જિતેન્દ્રિય, નિષ્કષાયી અને અપ્રમત્ત મુનિરાજને જ લાગુ પડે છે. શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે નિર્દોષ ચારિત્રને પાળતાં જ્યારે માર માસના દીક્ષાપર્યાય થાય છે ત્યારે અનુત્તવિમાનવાસી દેવથી પણ અધિક ચિત્તશાંતિ-સહજ સમાધિ તે ચારિત્રવત સાક્ષાત્ અનુભવે છે. સર્વ દેવામાં અનુત્તરવિમાનવાસી દેવાનું સુખ અધિક હાય છે તેથી પણ અધિક સુખ શાસ્રનીતિ મુજબ ફક્ત ખાર માસ સુધીના દીક્ષાપર્યાયમાં સાધુપુરુષ સાક્ષાત્ અનુભવી શકે છે, તેા તેથી અધિક દીક્ષાપર્યાયનું તા કહેવું જ શું ? એવા શાંત-સમાધિરસમાં ઝીલતા મુનિવરે મહામંગળરૂપ છે. આ ચરાચર જગતમાં એવી કેાઇ ચીજ નથી કે જેની સાથે એવા સમતાવત સાધુની સરખામણી કરાય. સમતા અષ્ટકમાં કહ્યું છે કે સ્વયં ભૂરમણુ સમુદ્રની સાથે સ્પર્ધા કરતા તથા નિરંતર વૃદ્ધિ પામતા છે સમતા રસ જેના એવા મુનિવરને ઉપમા દઇ શકાય એવી કાઇ ચીજ આ ચરાચર જગતમાં જણાતી જ નથી. ,, આવા સમતાવત સાધુજના જે સ્વાભાવિક સુખ અનુભવે છે તે સુખ અતદ્રિય હાવાથી ગમે તેટલું ઇંદ્રિયજન્ય સુખ તેની સ્પર્ધામાં આવી શકતું નથી, તેમ તે વચનથી વર્ણવી પણ શકાતું નથી. તે તા કેવળ અનુભવગમ્ય જ છે. જેને તે થાય છે તે જ તેને જાણે છે. બીજા કલ્પિત સુખની કામનાવાળાને તે કલ્પનામાં પણ આવી શકતું નથી, માટે જ શાસ્ત્રકારે સર્વથી અધિક સુખ સમતાવત સાધુને જ કહ્યું છે. બીજા કલ્પિત સુખના જેમ જેમ જીવા અભ્યાસ કરતા જાય છે તેમ તેમ