________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૯ ]
લક્ષ્મીથી અથવા સ્ત્રીઓથી વિકાર તેા પ્રાય: રજોગુણ અને તમેાગુણવાળાને જ થાય છે. શુદ્ધ સાત્ત્વિક ગુણવાળાને તેથી વિકાર સંભવતા જ નથી, તેથી ગમે તેટલી લક્ષ્મી કે સાનુકૂળ સ્ત્રીઓમાં પણ પક્ત પુરુષ તે નિર્વિકાર રહી સ્વસમીહિત સ્વઇષ્ટ સુખપૂર્વક સાધી શકે છે, છતાં પણ તેવા સત્પુરુષા વધારે અનુકૂળતાથી સ્વલક્ષ સિદ્ધ કરવાને સમ્યગ રત્નત્રયીનુ આરાધન કરવા ઉજમાળ થઇ શુદ્ધ ચારિત્રવતની જ સ ંગતિ વિશેષ પસંદ્ન કરે છે અને એમ કરીને વધારે સહેલાઇથી વસમીહિત સાધી શકે છે. ૪
હવે સહજ સ્વભાવમાં નિમગ્ન સાધુને ઉત્તરાત્તર અધિકાધિક ચિત્તની શુદ્ધિ-ચિત્તશાંતિ થતી જાય છે તે શાસ્ત્રપ્રમાણથી સિદ્ધ કરી બતાવે છે—
અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતાને રાત્રિભાજનના સર્વથા ત્યાગ સાથે પાળનાર, સર્વ જીવાને આત્મ સમાન લેખી તેમનું યત્નથી રક્ષણ કરનાર, પાંચે ઇંદ્રિયાનું કાળજીપૂર્વક દમન કરનાર, અને ક્ષમા, મૃદુતા, સરળતા તથા સ ંતાષાદિક દશ પ્રકારના મુનિમાર્ગને પ્રયત્નથી પાળનાર સાધુજન જેમ જેમ નિર્દોષ ચારિત્રનું સેવન કરવામાં પેાતાના સમય ગાળતા જાય છે તેમ તેમ વિભાવને વિશેષ ત્યાગ થવા સાથે સ્વભાવરમણમાં સહેજે વધારા થતા જાય છે. જેમ જેમ દીક્ષાને પર્યાય વધતા જાય છે તેમ તેમ વરાગ્યની વૃદ્ધિથી ચિત્તની પ્રસન્નતામાં પણ વધારા થાય છે. જેમ જેમ રાગદ્વેષાદિક વિકારા ઉપશમતા જાય છે તેમ તેમ સહજ શાંતિસુખની વૃદ્ધિ થતી જાય છે. ક્રોધાદિ કષાયજન્ય તાપ, ઉપશમાદિ