________________
[ ૧૮૮ ]
શ્રી કપૂરવિજયજી
આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદેાષ સુજ્ઞાની; પરમ પરદાથ સપત્તિ સપજે,આનંદધન રસ પાષ સુજ્ઞાની, સુ૦૬
ઉપર કહેલી શ્રી સુમતિનાથની સ્તુતિમાં સક્ષેપથી આત્માના ત્રણ પ્રકાર વર્ણવી તેનુ સ્વરૂપ બતાવ્યું છે જેના કઇક ઉલ્લેખ ઉપર બતાવેલા છે, તેમાં અહિરાત્માને કેવળ અઘરૂપ–પાપરૂપ જ કહ્યો છે; કેમકે તે પાપમાં જ મતિને ધરનારે છે. બીજો અંતરાત્મા વિવેકના ઉદયથી ટ્ઠહાર્દિક ખાહ્ય વસ્તુમાં મમત્વરહિત માત્ર તટસ્થપણું ધારી પરમાત્મપદને માટે બના પ્રયત્ન કરે છે. પરમાત્મા તે સર્વ દોષ રહિત, સંપૂર્ણ જ્ઞાનાદિક સ્વાભાવિક ગુણુ સહિત, અતીદ્રિય-સહજ સુખનિમગ્ન, પરમ પવિત્ર અને પરમ ધ્યેય છે. પ્રબળ માડુની સહજ ઉપશાંતિથી અહિરાત્મપણું તજી અંતરાત્મા સ્થિરતાવડે પરમાત્મપદના વિચાર કરે છે, તેવી ભાવના કરે છે અને તદ્ અનુકૂળ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેવા સદ્વિચારવડે, ઉત્તમ ભાવનાવડે અંતરાત્મા અ ંતે અવિનાશી એવું પરમાત્મપદ પામવાને પૂર્ણ અધિકારી થાય છે. જ્યારે સર્વ સકલ્પવિકલ્પને તજી શુદ્ધ સ્વરૂપની સાથે આત્મા એકતાન લગાવે છે ત્યારે તે તદ્રુરૂપતાને પામે છે. પરમાત્માની સાથે એકતા થવાથી આત્મા પરમ સુખસમાધિને પામે છે. આવા અંતરાત્માને ક્ષણિક અને અસાર એવું પૈાલિક સુખ કેમ રુચે ? તેવી ઉપયાગ વિનાની વાત પણ કેમ ગમે ? જ્યારે એવી વાતથી પણ વિરક્ત હાય ત્યારે લક્ષ્મીના મદથી થતા અનેક ઉન્માદ અને સ્ત્રીઓના વિષયપાશમાં પડવાનું તે હાય જ કેમ ? યથાર્થ એવા જગતથી ઉદાસીન રહી પરમાત્મપદમાં જ આનંદ માનનાર મહાપુરુષને ગમે તેટલી લક્ષ્મી કે ગમે તેવી સ્ત્રી વિકાર કરી શકતી નથી.