________________
લેખ સંગ્રહ: ૬ :
[ ૧૮૭ ] જેથી આત્મા મલિન થાય એવાં બાધક કારણને દૂર તજે છે અને સહજ શુદ્ધિનાં કારણેને અહોનિશ સેવવા યત્ન કરે છે. જેમ કતકર્ણથી જળ નિર્મળ થાય છે તેમ સમકિતના વેગથી મિથ્યાત્વમળને નાશ થઈ જવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે અને પરમાત્મ તવ પામવાને પોતાથી બનતા પ્રયત્ન કર્યા કરે છે.
રાગ, દ્વેષ અને મહાદિક સર્વ દોષથી સર્વથા વર્જિત, તથા અનંત જ્ઞાનાદિક ગુણેથી પરિપૂર્ણ પરમાત્મ તત્ત્વ નિરંતર ધ્યાવા ગ્ય છે. સહજ સ્વાભાવિક સંપૂર્ણ સુખમાં પરમાત્મા સદા મગ્ન જ રહે છે, તે સુખ અતીંદ્રિય હોવાથી વચનથી કહી શકાય એવું નથી, કેમકે તે તે કેવળ અનુભવગમ્ય જ છે. આત્મા સંબંધી ઉક્ત સ્વરૂપનું પ્રતિપાદન કરતા સતા આનંદઘનજી મહારાજે શ્રી સુમતિનાથજીની
સ્તુતિ કરી છે કેસુમતિ ચરણકજ આતમ અરપણ, દર્પણ જેમ અવિકાર; સુજ્ઞાની! મતિતપણ બહુ સંમત જાણીએ, પરિસર પણ સુવિચારસુજ્ઞાની ! સુમતિ ચરણકજ આતમ અરપણે
સુ૦ ૧ ત્રિવિધ સકળ તનુઘરગત આતમા, બહિરાતમાં ધૂરભેદસુજ્ઞાની; બીજો અંતર આતમ તીસરે, પરમાતમ અવિચ્છેદ સુજ્ઞાની. સુ૨ આતમબુદ્ધે હો કાયાદિક રહ્યો, બહિરાતમ અઘરૂપ સુજ્ઞાની; કાયાદિકનો હે સાખીધર રહ્ય, અંતરઆતમરૂપ સુજ્ઞાની. સુ૦ ૩ જ્ઞાનાનંદે હે પૂરણ પાવને, વર્જિત સક્લ ઉપાધ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગ એમ પરમાતમ સાધસુજ્ઞાની.સુ૦૪ બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું આતમ ભાવવું, આતમ અર્પણ દાવસુજ્ઞાની. સુપ