________________
[ ૧૮૪]
શ્રી કરવિજયજી છે. જ્યારે સદગુરુ સમીપે ભાગ્યવશાત્ સદુપદેશ સાંભળવામાં આવે છે ત્યારે તેનું મનન કરતાં જ કઈક ભવ્ય આત્માને સદ્વિવેક જાગે છે અને ખરી રુચિથી શ્રી સર્વજ્ઞકથિત ધર્મનું સેવન કરે છે. આ અનાદિ અનંત સંસારમાં જીવને “બધિરત્ન” પામવું મહાદુર્લભ છે. સદગુરુની કૃપાથી તેને પ્રાપ્ત કરી તેને સદુપયેગ કરે એ જ આ મનુષ્યજન્મનું મોટામાં મોટું કર્તવ્ય છે, તેમાંથી જે ચેક તે સર્વથી ચૂક્યો સમજો અને તે જેણે સાધ્યું તેણે સર્વ સાધ્યું સમજવું. જેને સદ્દગુરુની કૃપા ફળે છે તેને જ ચિંતામણિ સદશ “ ધર્મરત્ન” પ્રાપ્ત થાય છે, અને તે જ તેનું સમ્ય રીતે સેવન કરી શકે છે. રાગ, દ્વેષ અને મેહને સર્વથા ય કરનાર જિનેશ્વર ભગવાન, ભવ્ય જીવોના હિતને માટે એકાંત સુખદાયક “ધર્મ ” ને પ્રકાશ કરે છે અને રાગદ્વેષાદિક દેષને જીતવાના કામી જન જ તેનું પાલન કરી શકે છે. જે જીવે જેવી બુદ્ધિથી ઉક્ત ધર્મનું સેવન કરે છે તેને તેવું ફળ મળે છે. ધર્મરૂપી કલ્પવૃક્ષનું આદરપૂર્વક સેવન કરવાથી સર્વ ચિંતિત ફળે છે. દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે જે ધર્મઆરાધનથી મળી ન શકે. ઉક્ત ધર્મને જિનેશ્વર પ્રભુની પવિત્ર આજ્ઞા મુજબ આરાધનાર અંતે અવશ્ય મેક્ષનાં શાશ્વત સુખને પામે છે. કેવળ મોક્ષસુખના જ અથી જને, જેવી રીતે રાગ, દ્વેષ અને મહાદિક દોષનું દહન થાય તેવી રીતે કાળજીથી અહિંસાદિ સન્માર્ગનું સેવન કરે છે તેવા સન્માર્ગગામી સજીને સહુ કેઈને પ્રિય થઈ પડે છે. કહ્યું છે કે “અહિંસા, સંયમ અને તપ છે લક્ષણ જેનું એ ધર્મ જગતમાં મહામંગળરૂપ છે. જેમનું મન ઉક્ત ધર્મમાં સદા નિમગ્ન રહે છે તેમને ઇંદ્રાદિક