________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૮૩] શેાધી શકાતું હોય તે કોણે તેની ઉપેક્ષા કરે? શાસ્ત્રસિદ્ધાંતોથી તેઓ સારી રીતે જાણે છે કે વિષય અને કષાયના પરવશપણાથી તેમજ અવિરતિપણે મન, વચન અને કાયાના વેગોને વિધવિધ આરંભવાળી ક્રિયાઓમાં જોડવાથી આત્મા વિવિધ કર્મમળના ચેગે મલિન થઈ ચારે ગતિમાં રઝળે છે, અને અનેક પ્રકારની વ્યથાને અનુભવે છે. જ્યારે આત્મા કઈ સદ્દગુરુની શિખામણથી અષ્ટ પ્રવચનમાતાનું યથાર્થ પાલન કરે છે, પરીસહ ઉપસર્ગને સમભાવે સહન કરે છે, ક્ષમાદિક મુનિમાર્ગનું સમ્યકુ સેવન કરે છે, મિત્રી, મુદિતા, કરુણા. અને માધ્યસ્થ ભાવનાથી અંત:કરણને સારી રીતે ભાવે છે, તેમ જ સામાયિકાદિ ચારિત્રને નિરતિચારપણે પાળે છે ત્યારે જ તેનું ભવભ્રમણ અટકે છે અને મેક્ષકામના ફળિભૂત થાય છે. જ્યારે આત્મા સદગુરુને આધીન રહી શુદ્ધ સંયમવડે કર્મનું ઇંધન કરી નિરાશીભાવે સમતાપૂર્વક વિવિધ તપવડે પૂર્વના કર્મને ક્ષય કરે છે ત્યારે જ તે અજરામર પદને પામી શકે છે, શુદ્ધ સમજપૂર્વક સમતાયુક્ત જે તપસ્યા કરવામાં આવે છે તેથી સકામ નિર્જરા થાય છે અને બેસમજમાં બેદપૂર્વક જે અજ્ઞાનકષ્ટ સહન કરવામાં આવે છે તેથી અકામ નિર્જરા થાય છે. સકામ નિજેરાથી શીધ્ર મોક્ષસુખ મળે છે અને અકામ નિજેરાથી તે દેવગતિ વિગેરે ગિલિક સુખની પ્રાપ્તિ થાય છે એમ વિચારી પિદુગલિક સુખ સંબંધી વિવિધ ઈચ્છાનો નિરોધ કરી કેવળ મોક્ષસુખ માટે જ સમતાપૂર્વક તપ કરવો યુક્ત છે. સર્વ લોકમાં પરિભ્રમણ કરતાં પિદુગલિક સુખને અનુભવ તે જીવે અનંતીવાર કર્યો છે તેમજ તેના વિરહે દુઃખ પણ અનંતીવાર વેઠું છે છતાં તેથી વિરક્તપણું કેઈક વિરલાને જ પ્રાપ્ત થાય