________________
[ ૧૫૪ ]
શ્રી કપૂરવિજયજી
પરમાત્માની સહજ સ્વાભાવિક પૂર્ણતા છે અને ઇંદ્રાદિકની સાહેબી એ કલ્પિત પૂણ તા જીવે માની લીધેલી છે. આત્માની સ્વાભાવિક પૂર્ણતા જેને પ્રાપ્ત થઇ છે તે નિર્મળ આશયવાળાને જેમ નિર્મળ આદર્શ માં વસ્તુસ્વરૂપ યથાર્થ ભાસે તેમ આખી દુનિયા જેવી છે તેવી જ તેના નિર્મળ જ્ઞાન-આદર્શ માં સંપૂર્ણ રીત્યા પ્રતિભાસે છે. તેની સંપૂર્ણ અસારતા તેનામાં યથાર્થ પ્રતિબિંબિત થવાથી જ તે જગતથી પૂર્ણ રીતે ઉદાસીન રહે છે. તેમાં તે લગારે લેપાતા જ નથી. કહ્યું છે કે—
આતમજ્ઞાને મગ્ન જો, ઈંદ્રજાળ કરી લેખવે,
સે। સમ પુદ્ગલ ખેલ; મિલે ન તહાં મન મેળ.
જ્ઞાનનુ ફળ વિરતિ છે. આત્માને અહિતકારી પ્રવૃત્તિથી બની શકે એટલી નિવૃત્તિ કરવાથી જ પ્રાપ્ત થયેલા જ્ઞાનની તે સાર્થકતા છે. તે વિનાનું જ્ઞાન તેા કેવળ ભારભૂત જ લેખાવાનુ છે. કહ્યું છે કે ‘સત્ય જ્ઞાનરૂપી સૂર્યના ઉદય થયે છતે રાગ, દ્વેષ અને મેહરૂપી અંધકાર રહી શકે જ નહિ; જો મેહુ અંધકાર દૂર થઈ શકે નહિં તે તે સત્ય જ્ઞાન કહી શકાય જ નહિં. તે જ્ઞાન પણ નહિ અને દર્શીન પણ નહિ કે જેથી ગુણની પ્રાપ્તિ કે ઢાષની નિવૃત્તિ થાય નહિં, ' કેવળજ્ઞાન અને દર્શન પ્રગટ થાય ત્યારે તે પ્રાપ્તિ અને સમસ્ત દેાષની હાનિ થાય જ એમાં કંઇ આશ્ચર્ય જેવું નથી. એવી સંપૂર્ણ નિર્મળ સ્થિતિમાં આત્મા માયામય જગતનું યથાર્થ સ્વરૂપ સંપૂર્ણ રીતે જાણી દેખી શકવાથી તેનાથી પૂર્ણ રીતે વિરક્ત થઈ પેાતાના સહજ સ્વભાવમાં જ લયલીન થઇ રહે એ સ્વાભાવિક જ છે. સંપૂર્ણ જગતના જીવા વિવિધ
જ્યારે સંપૂર્ણ સકળ ગુણુની