________________
[૧૪૮]
શ્રી કપૂરવિજયજી - સાધુઓના જ્ઞાનસારનું ગૌરવ–મહત્વ (ભાર) કંઈક ન ચિન્તવી શકાય તેવું છે, જે ગૌરવથી ઊંચી ગતિ જ થાય, નીચે પડવું કદાપિ ન હોય. - અકરણનિયમથી બીજી ગુરુતાવડે ઊર્ધ્વ ગતિ ન હોય, અગતિ હોય. તે માટે જ્ઞાનગુરુતા અચિત્ય કહી છે. - क्लेशक्षयो हि मण्डूकचूर्णतुल्यः क्रियाकृतः।
दग्धतच्चूर्णसदृशो ज्ञानसारकृतः पुनः ॥९॥ ક્રિયાથી કરેલે ક્લેશને નાશ દેડકાના ચૂર્ણ સરખે છે. જેમ દેડકાનું ચૂર્ણ મેઘની વૃષ્ટિથી ફરી દેડકાં પેદા કરે, તેમ ક્રિયાથી નાશ પામેલો કલેશ કારણગે ફરી પેદા થાય, પરંતુ જ્ઞાનસારે એટલે શુદ્ધ ક્ષપશમ ભાવે કરેલો કલેશને ક્ષય બાળેલા મંડૂચૂર્ણના જે છે. જેમ બાળેલું દેડકાનું ચૂર્ણ સેંકડો વરસાદ પડે તો પણ ફરી દેડકા ઉત્પન્ન ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરીથી ફૂટી ન નીકળે, ભેગવવાં ન પડે.
ज्ञानपूतां परेऽप्याहुः, क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं, न यद्भग्नाऽपि सोज्झति ॥ १० ॥
સાગત-દ્ધાદિ પણ જ્ઞાન કરીને પવિત્ર ક્રિયાને સુવર્ણના ઘટ સરખી કહે છે, તે પરવચન પણ ઘટે છે, કારણ કે પતિત થાય (સુવર્ણ ઘટ ભાંગી જાય) તે પણ તે ક્રિયાના ભાવને (સુવર્ણભાવને) છોડતો નથી “વ ર વોટર ચા વિ”બંધવડે અંત:કોટાકોટી સાગરોપમને ઓળંગી જતો નથી અર્થાત્ તેથી અધિક સ્થિતિને બંધ કરતા નથી. જ્ઞાન સહિત ક્રિયાથી બન્ધ ટળે તે ફરી ન હોય.'