________________
[ ૧૪૬]
શ્રી કરવિજ્યજી એથી જ ૯ ક્રિયામાં તત્પર એટલે શાસ્ત્રવચનાનુસાર ક્રિયાથી ઉત્તીર્ણ થઈ અસંગક્રિયાનિક, તેથી જ ૧૦ તૃ-- આત્મસંતુષ્ટ, તેથી ૧૧નિલે પ–લેપ રહિત, નિલે પહેલાથી જ, ૧૨ નિ:સ્પૃહ-સ્પૃહા રહિત અને તેથી જ ૧૩ મુનિભાવ મનવંત. (૧)
૧૪ વિદ્યાસંપન્ન, તેથી જ ૧૫ વિકસંપન્ન, ૧૬ મધ્યસ્થ, ૧૭ સર્વ પ્રકારના ભય રહિત, ૧૮ આત્મશ્લાઘા નહિ કરનારે, અપકીર્તિ અને ભયના અભાવની ભાવના એવી ભાવી છે કે જેથી તે આત્મશ્લાઘા ન કરે, તેથી જ ૧૯ તત્વદષ્ટિપરમાર્થમાં દષ્ટિવાળે અને ૨૦ સર્વ સમૃદ્ધિમાન-ઘટમાં પ્રગટી છે સર્વ ઋદ્ધિ જેને એ. (૨)
સર્વ સમૃદ્ધિની સ્થિરતાના અર્થે ૨૧ કર્મવિપાકનો વિચાર કરનાર, તેથી વ્યવહારદશાએ ૨૨ સંસારસમુદ્રથી ઉદ્વિગ્નભયભીત હાય. તેથી સિદ્ધ નિર્વેદ ગુણવડે ૨૩ લેકજ્ઞાથી મુક્ત હોય. તેથી જ લેકોત્તર માર્ગને પ્રાપ્ત થઈ ૨૪ શાસ્ત્રક-શાસ્ત્રમાં દષ્ટિ જેની છે એ અને તેથી જ ૨૫ નિષ્પરિગ્રહ-પરિગ્રહરહિત હેય. (૩) ' તેથી સિદ્ધ નિષ્પરિગ્રહગુણે કરીને ૨૬ શુદ્ધ અનુભવવાળે, એ હેતુથી જ ૨૭ ભાગસંપન્ન, તેથી ૨૮ નિયાગપ્રતિપત્તિમાન–મેક્ષને પ્રાપ્ત કરનાર, ૨૯ ભાવપૂજાની ભૂમિ, ૩. ધ્યાનની ભૂમિ, તથા ૩૧ શુદ્ધ તપની ભૂમિરૂપ અને સર્વ વિશુદ્ધિદ્વારા ૩૨ સર્વ નયનો આશ્રય કરનારો હોય. (૪)
स्पष्टं निष्टङ्कितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् । मुनिमहोदयं ज्ञानसारं समधिगच्छति ॥ ५॥