________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૪૩] लोके सर्वनयज्ञानां, ताटस्थ्यं वाऽप्यनुग्रहः । स्यात् पृथग्नयमूढानां, स्मयार्तिर्वाऽतिविग्रहः॥४॥
સર્વે નોને જાણનારનું તટસ્થપણું હિતકારક છે, પરંતુ એક નયવાદના ગ્રહણથી મૂઢ બનેલાને વિગ્રહની પ્રાપ્તિ સહેજે થાય છે. ૪.
લેકમાં સર્વ નયના જાણનારને તટસ્થપણું–સમવૃત્તિપણું અથવા વ્યવહારદશામાં ઉપકારબુદ્ધિ હોય, પરંતુ જુદા જુદા નયમાં મૂઠ-બ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણે કલેશ હાય.
श्रेयः सर्वनयज्ञानां, विपुलं धर्मवादतः। शुष्कवादाद् विवादाच, परेषां तु विपर्ययः॥५॥
સર્વે નયને જાણનારને ધર્મવાદ શ્રેષ્ઠ કલ્યાણ કરનાર થાય છે, પરંતુ એક નયાશ્રિતને શુષ્ક વિવાદ વિપર્યય ભાવને પામે છે. પ.
તત્ત્વજ્ઞાનને અથી પૂછે અને તત્વજ્ઞ કહે તે ધર્મવાદથી સર્વ નયને જાણનારાઓનું ઘણું કલ્યાણ થાય છે, તેથી બીજા એકાન્તદષ્ટિનું શુષ્કવાદ અને વિવાદથી અકલ્યાણ જ થાય છે.. શુષ્કવાદ તે કહીએ કે જ્યાં કંઠતાલુને શેષમાત્ર થાય, અને જ્યાં પરવાર્તાથી કાર્યની હાનિ થાય તે વિવાદ કહીએ.
प्रकाशितं जनानां यैर्मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥६॥
જનહિતના માટે સર્વે નયાશ્રિત ધર્મના જે પ્રકાશક છે અને જેમને એ ભાવ પરિણત થયેલ છે તેવા નયાશ્રિત મુનિએને મારી વંદના હો ૬.