________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૩૯ ]
એમ પશુના દુ:ખની પેઠે દુ:ખ ભેગવવારૂપ હાવાથી તપ નિલ છે, એ પ્રકારે ઇચ્છતા માદ્ધોની બુદ્ધિ-કલ્પના હણાયેલી– કુંઠિત થયેલી છે; કારણ કે ( તપમાં ) બુદ્ધિજનિત અંતરગ ( આનન્દની ધારા ખડિત થતી નથી. એટલે તપમાં પણ આત્મિક આનન્દની ધારા અખંડિત હાય છે, તેથી તે દુઃખરૂપ નથી. यत्र ब्रह्म जिनाच च कषायाणां तथा हतिः । સાસુવધા નિનાજ્ઞા 7, તત્તવઃ યુદ્ધમિયતે ॥ ૬ ॥
તે તપ જ શુદ્ધ કહી શકાય કે જેમાં મૈથુનત્યાગ યા ઇન્દ્રિયનિગ્રહ યા સ્વરૂપચિન્તનરૂપ બ્રહ્મચર્યનું પાલન, જિનપૂજાભક્તિ, ક્રોધાદિ કષાયના જય, અને ગુરુજનેાની સેવાભક્તિ, વિનય, વૈયાવચ્ચાદિક જિનઆજ્ઞાનું પાલન થાય. ૬.
જે તપમાં બ્રહ્મચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, કષાયના નાશ થાય અને અનુબન્ધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવતે તે તપ શુદ્ધ કહેવાય છે.
तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ७ ॥
એવું જ તપ કરવું કે જેમાં દુર્ધ્યાન ન જ થાય, નિત્યનિયમરૂપ ધર્મકરણી ન અટકે અને ઇન્દ્રિયા ક્ષીણ થઇ ન જાય. ધીમે ધીમે ક્રમથી અભ્યાસમાં આગળ વધતાં જે માહ્ય તપ કરવામાં આવે છે તેથી અંતરશુદ્ધિ અધિક થવા પામે છે. ૭.
ખરેખર તે જ તપ કરવા ચેાગ્ય છે કે જ્યાં માઢું ( આ અને રૈ ) ધ્યાન ન થાય, જેથી ચેાગેા હીનતા ન પામે અને ઇન્દ્રિયાનેા ક્ષય ન થાય. કહ્યું છે કે