________________
[ ૧૩૪]
શ્રી કરવિજયજી ધ્યાનવડે મળરૂપ વૃત્તિને વિનાશ થવાથી નિર્મલ અન્તરાત્માને વિષે પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. ૩. - જેમ મણિને વિષે પ્રતિબિમ્બ–પડછાયો પડે તેમ ધ્યાનથી અત્યન્ત મળરૂપ વૃત્તિ જેની ક્ષીણ થયેલી છે એવા, અને તેથી જ નિર્મળ અત્તરાત્માને વિષે પરમાત્માની પ્રતિષ્ઠાયા (પ્રતિબિમ્બ) પડે તે સમાપત્તિ કહી છે. બીજે સ્થળે કહ્યું છે કે
"मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् ।
तात्स्थ्यात् तदञ्जनत्वाच्च, समापत्तिः प्रकीर्तिता ॥" * ઉત્તમ મણિની જેમ ક્ષીણ વૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગોપથી અને પરમાત્માના અભેદ આરોપથી નિ:સંશય સમાપત્તિ કહી છે.
અહીં તાર એટલે અન્તરાત્માને વિષે પરમાત્માના ગુણને સંસર્ગોપ અને ત ત્વ એટલે અન્તરાત્મામાં પરમાત્માને અભેદારોએ જાણ. એ દાનનું ફળ સમાધિરૂપ અતિવિશુદ્ધ છે.
आपत्तिश्च ततः पुण्य-तीर्थकृत्कर्मवन्धतः । तद्भावाभिमुखत्वेन, संपत्तिश्च क्रमाद् भवेत् ॥ ४ ॥
ધયાનવડે રત્નત્રયીનું આરાધન થાય છે અને તેથી તીર્થ. કરનામકર્મને બંધ થાય છે. પશ્ચાત્ એ કર્મ ક્રમે કરી ઉદયમાં આવતા તીર્થંકર પદની સંપત્તિ પ્રાપ્ત થાય છે. ૪.
તે સમાપત્તિથી પુણ્યપ્રકૃતિરૂપ તીર્થંકરનામકને બન્થથી આપત્તિ નામે ફળ થાય. એટલે જિનનામકર્મના બન્ધરૂપ આપત્તિ જાણવી, અને તીર્થંકરપણાના અભિમુખપણાથી (નજીકપણાથી) સંપત્તિ નામે ફળ અનુક્રમે થાય.