________________
લેખ સંગ્રહ : ૬ : *
[ ૧૩૫ ] इत्थं ध्यानफलाद् युक्तं, विंशतिस्थानकाद्यपि । कष्टमानं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥ ५ ॥
એવું યાનનું ફળ જાણે છે પ્રાણીઓ ! તમે વીશ સ્થાનક તપનું ધ્યાનપૂર્વક આસેવન કરો. જે તપનું ફળ ફક્ત શરીરશેષણ છે એવું તપ તે અભવ્યને પણ સુગમ છે. ૫.
એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વીશસ્થાનક તપ પ્રમુખ પણ ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળ રહિત કણ તે અભને પણ સંસારમાં દુર્લભ નથી.
जितेन्द्रियस्य धीरस्य, प्रशान्तस्य स्थिरात्मनः। सुखासनस्थस्य नासाग्र-न्यस्तनेत्रस्य योगिनः ॥६॥ रुद्धबाह्यमनोवृत्तेर्धारणाधारया रयात् । प्रसन्नस्याप्रमत्तस्य, चिदानन्दसुधालिहः ॥ ७ ॥ साम्राज्यमप्रतिद्वन्द्व-मन्तरेव वितन्वतः। . ध्यानिनो नोपमा लोके, सदेवमनुजेऽपि हि ॥ ८ ॥ જેઓ જિતેંદ્રિય છે, ધીરપુરુષ છે, શાન્ત છે, સ્થિરાત્મન છે, સુખાસને સ્થિત છે તેમજ નેત્રની દષ્ટિ નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત કરેલ છે. વળી ધ્યાનની ધારાવડે બાહા વૃત્તિને જેમણે નિરોધ કર્યો છે, જે અપ્રમત્ત છે અને પ્રસન્ન મુખવાળા છે તેમજ જ્ઞાનામૃતનું જ આસ્વાદન કરે છે. તે જ અપ્રતિદ્રુદ્ધ સામ્રાજ્યને આન્તરમાં વિસ્તાર કરી શકે છે તેવા ધ્યાનવાન મુનિ મહારાજા સમાન આ જગતમાં દેવ અને મનમાં અન્ય કોઈ પણ હોઈ શકે નહીં. ૬-૮.