________________
[૧૩]
શ્રી કપૂરવિજયજી ભાવપૂજાની ઘટના છે, માટે ગૃહસ્થને યોગ્ય દ્રવ્યપૂજા અને યતિઓને યોગ્ય ભાવપૂજાની વિશુદ્ધિ અત્રે વર્ણવેલ છે. ૮. | ગૃહસ્થને ભેદપૂર્વક ઉપાસના-સેવા કરવારૂપ દ્રવ્યપૂજા ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચગ્ય છે. જો કે ગૃહસ્થને ભાવનેપનીત માનસા નામે ભાવપૂજા હોય છે, તો પણ કાયિકી [ભાવપૂજા] તે ચારિત્રવંતને જ હોય એ વિશેષતા છે.
३० ध्यानाष्टक. ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનું ત્રિક જ્યાં ખરેખર એકતાને પામેલું છે એવા અનન્ય ચિત્તવાળા મુનિમહારાજાઓને લેશ માત્ર દુઃખ હેતું નથી. ૧.
યાતા–ધ્યાન કરનાર, થેય-ધ્યાન કરવા ગ્ય અને ધ્યાન એ ત્રણે જેને એકતાને પ્રાપ્ત થયેલ છે એટલે થાનાવસ્થામાં સ્વસ્વરૂપને પામેલ છે, જેનું અન્ય સ્થળે ચિત્ત નથી એવા મુનિને દુઃખ હેતું નથી.
ध्याताऽन्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः। ध्यानं चैकाग्र्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥ અન્તરાત્મા યાતા છે, પરમાત્મા ધ્યેય છે, એકાગ્ર સંવિત્તિ તે ધ્યાન છે અને તે ત્રણેની એકતા તે જ સમાપત્તિ કહેલ છે. ૨.