________________
[ ૧૩૦]
શ્રી કપૂરવિજયજી વળી ક્ષમારૂપ સુવાસિત પુષ્પોની માળા, દ્વિવિધ ધર્મરૂપ વસ્ત્રો અને ધ્યાનરૂપ અલંકારવડે પ્રભુના અંગને વિભૂષિત કર. ૩. - તે શુદ્ધ આત્માના અંગે ક્ષમારૂ૫ ફૂલની માળા, વ્યવહાર અને નિશ્ચય એ બે પ્રકારના ધર્મરૂપ ઉત્તમ વસ્ત્રયુગલ તથા ધ્યાનરૂપ ઉત્તમ આભરણને માનસભાવે પહેરાવ.
मदस्थानभिदात्यागै-लिखाग्रे चाष्टमङ्गलम् । ज्ञानानौ शुभसंकल्प-काकतुण्डं च धूपय ॥४॥
અછમદના સ્થાનનો ત્યાગ સમાન અષ્ટમંગળની રચના કર તેમ જ જ્ઞાનરૂપી અગ્નિમાંહે શુભ સંકલ્પરૂપ સુગંધી ધૂપ ઉવ.૪.
આઠ મદસ્થાનના ત્યાગના પ્રકારથી આત્માની આગળ અષ્ટ મંગળ આળેખ, અને જ્ઞાનરૂપી અગ્નિમાં શુભ સંકલ્પરૂપ કૃષ્ણગુરુનો ધૂપ કર. એટલે શુદ્ધ ઉપગરૂપ નિર્વિકલ્પ સમાધિરૂપ પૂજા થાય. - प्राग्धर्मलवणोत्तारं, धर्मसन्न्यासवह्निना।
कुर्वन् पूरय सामर्थ्य-राजन्नीराजनाविधिम् ॥ ५ ॥
પૂર્વધ–ક્ષાપશમિક ધર્મના ત્યાગરૂપ લવણોત્તરણ કરીને ભવ્યપ્રાણી! તું ધર્મસંન્યાસ-ક્ષાયિક ધર્મના સામર્થ્ય વેગરૂપ આત્મિક આરતીને ઉતાર. ૫.
ધર્મસંન્યાસરૂપ અગ્નિવડે પ્રા૫ર્મ–દયિક અને ક્ષાપશમિક ધર્મરૂપ લવણ ઉતારવા પૂર્વક સામર્થ્યાગરૂપ શેભતી આરતીની વિધિ પૂર્ણ કર–આરતી ઉતાર.