________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૨૯ ]
दयाम्भसा कृतस्त्रानः, संतोषशुभवस्त्रभृत् । વિવાતિરુઝાષા, માવનાપાવનારાયઃ भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः । नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमर्चय ॥२॥
શ્રી વીર પરમાત્માનું ભાવપૂર્વક પૂજન અવશ્યમેવ આત્મિક આનંદ પ્રાપ્ત કરાવે છે. દયારૂપ જળવડે સ્નાન કરી, સંતેષરૂપ નિર્મલ વસ્ત્રો ધારણ કરી, પોતાના ભાસ્થળે વિવેકરૂપ તિલક કરી, ભાવનાવડે પવિત્ર આશદ્વારા ભક્તિ અને શ્રદ્ધારૂપ કેસર અને મિશ્રિતચંદનવડે જેમને આત્મા પવિત્ર થયેલ છે, એવા શુદ્ધાત્મદેવનું નવબ્રહ્મ અંગે અર્ચન કર. ૧–૨.
દયારૂપ જળથી જેણે સ્નાન કર્યું છે એ, સંતેષરૂપ ઉજજવલ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપ તિલકથી શોભતે, ભાવનાએ કરી જેને આશય પવિત્ર છે એ, ભક્તિ-આરાધન કરવા ગ્ય છે ” એવું જ્ઞાન, શ્રદ્ધા-આ જ પરમાર્થ છે” એવી બુદ્ધિ, તે રૂપ કેસરમિશ્રિત ચન્દનરસવડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મારૂપ દેવની પૂજા કરએ રીતે ભાવપૂજા થાય.
क्षमापुष्पस्रजं धर्म-युग्मक्षौमद्वयं तथा। ध्यानाभरणसारं च, तदङ्गे विनिवेशय ॥३॥