________________
[૧૨૮] "
| શ્રી કપૂરવિજયજી “જે નિષ્કામ કર્મમાં અકર્મને અને અજ્ઞાનપૂર્વક અકમાં કર્મને જુએ છે, તે મનુષ્યમાં બુદ્ધિમાન છે, યેગી છે અને સર્વ કર્મને (કાર્યને) કર્તા છે.”
ઈત્યાદિ ગીતામાં કહેલ નિશ્ચયનયે સર્વ સાધનને આત્માની તત્પરતાએ જાણવું, પણ નિરંજન બ્રહ્મને કર્મ તફલાર્પણ તથા કૃતને એકાન્ત અકૃતત્વબુદ્ધિ તે તો મિથ્યાત્વવાસનાવિલસિત જ છે.
ब्रह्मण्यर्पितसर्वस्वो ब्रह्मदृग् ब्रह्मसाधनः । ब्रह्मणा जुह्वदब्रह्म, ब्रह्मणि ब्रह्मगुप्तिमान् ॥ ७ ॥ ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः। ब्राह्मणो लिप्यते नाधैर्नियागप्रतिपत्तिमान् ॥ ८॥
સર્વ ક્રિયાઓને બ્રહ્મમાં અર્પણ કરીને મનોહર એવી બ્રહ્મદષ્ટિ ધારણ કરે. જેનું બ્રહ્મ સાધન બને છે અને તે બ્રહ્મવડે અબ્રહ્મનો વિનાશ થાય છે. બ્રહ્મના વિષે આચરણ કરવાથી શિયલવ્રતનું રક્ષણ થાય છે અને બ્રાધ્યયનાદિમાં જ જેની એક નિષ્ઠા થયેલી છે તેવા બ્રહ્મવાદી મહાત્માઓ કર્મથી નિર્લેપ થઈને પરબ્રહ્મને વિષે સમાહિત થાય છે. ૭-૮.
જેણે બ્રહ્મને વિષે સર્વસ્વ અર્પણ કર્યું છે, જેની બ્રામાં જ દષ્ટિ છે, બ્રહ્મરૂપ જ્ઞાન જેનું સાધન છે એ, ઉપગરૂપ બ્રહ્મવડે આધારરૂપ બ્રહ્મમાં અબ્રહ્મ–અજ્ઞાનને હમતો બ્રહ્મચર્યની ગુપ્તિવાળે આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનની નિષ્ઠા-મર્યાદાવાળે, પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિવાળો અને નિયાગ-બ્રહ્મયજ્ઞને પ્રાપ્ત થયેલો બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રન્થ એ ચાર નામને ધારણ કરનાર પાપવડે લેપાત નથી.
womeau