________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૨૩] “દંડવડે અને ચક ફરે છે, પછી દંડના પ્રયોગને અભાવે પણ ફરતું રહે છે, તે વચનાનુષ્ઠાન અને અસંગાનુછાનને જણાવનાર ઉદાહરણ છે. જેમાં પ્રથમ દંડના વેગે ચક ફરે છે અને પછી દંડના અભાવે સંસ્કારથી ફરે છે, તેમ વચનાનુષ્ઠાન આગમના સંબધથી પ્રવર્તે છે, અને પછી આગમના સંસ્કાર માત્રથી વચનની અપેક્ષા સિવાય સહજભાવે પ્રવૃત્તિ કરે છે તે અસંગનુષ્ઠાન સમજવું.”
એ ચારે અનુષ્ઠાનેનું ફળ– પ્રથમના બે અનુષ્ઠાન અસ્પૃદય સ્વગનાં કારણ છે અને છેલ્લાં બે અનુષ્ઠાન મેક્ષનાં કારણ અને વિદ્મ વિનાનાં છે. ”
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष इत्याचार्याः प्रचक्षते । ॥ ८ ॥
સ્થાનાદિયોગની બેપરવાઈ કરનાર ઉસૂત્રપ્રરૂપણાદિકવડે તીર્થોછેદ કરી બેસે ઈત્યાદિક કારણે તેવા અગ્યને સૂત્રદાન દેવામાં પણ મહાદોષ છે એમ આચાર્યો કહે છે. ૮.
સ્થાનાદિ કોઈ પણ વેગ રહિત પુરુષને “તીર્થને ઉછેદ થશે” ઇત્યાદિ કારણે પણ ત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે–એમ હરિભદ્રાદિ આચાર્યો કહે છે. “તીર્થને ઉછેદ થાય” ઈત્યાદિ કારણે પણ જેવા તેવાને ન ભણાવીએ. કહ્યું છે— "तित्थस्सुच्छेयाइ वि नालंबणमेत्थ जं स एमेव । सुत्तकिरियाइनासो एसो असमञ्जसविहाणा ॥ सो एस वंकओ चिय न य सयं मयमारियाणमविसेसो। एयं पि भाविअव्वं इह तित्थुच्छेयभीरूहिं ।”
योगविंशिका गा० १४-१५.