________________
[૧૨]
શ્રી કરવિજયજી. પ્રીતિઅનુષ્ઠાનનું લક્ષણ –
જેમાં અધિક પ્રયત્ન હય, જેનાથી કરનારને હિતકારી ઉદય થાય એવી પ્રીતિ-રચિય અને બાકીના પ્રજનને ત્યાગ કરીને જેને એકનિષ્ઠાથી કરે તે પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે.”
ભક્તિઅનુષ્ઠાનનું લક્ષણ–
“ વિશેષ ગૌરવ(મહત્ત્વ)ના યોગે બુદ્ધિમાન પુરુષનું અત્યન્ત વિશુદ્ધ વેગવાળું, ક્રિયાવડે પ્રીતિઅનુષ્ઠાનના જેવું હેવા છતાં તે ભક્તિઅનુષ્ઠાન જાણવું.”
પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનની વિશેષતા–
“પત્ની ખરેખર અત્યન્ત પ્રિય છે તેમ હિતકારી માતા. પણ અત્યંત પ્રિય છે. બન્નેના પાલનપષણનું કાર્ય પણ સરખું છે, તે પણ પ્રીતિ અને ભક્તિની વિશેષતા બતાવવા માટે આ ઉદાહરણ છે. પત્નીનું કાર્ય પ્રીતિથી અને માતાનું કાર્ય ભક્તિથી થાય છે. એમ પ્રીતિ અને ભક્તિની વિશેષતા છે.” વચનાનુષ્ઠાનનું લક્ષણ
બધા ય ધર્મવ્યાપારમાં ઉચિતપણે આગમને અનુસરીને પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. તે ચારિત્રવાળા સાધુને અવશ્ય હેય છે.” અસંગાનુષ્ઠાનનું લક્ષણ
અત્યના અભ્યાસથી ચન્દ્રનગન્ધના ન્યાયે સહજભાવે સત્યથી જે કિયા કરાય તે અસંગાનુષ્ઠાન, તે આગમના. સંસ્કારથી થાય છે. ”
વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનની વિશેષતા