SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૧૧૮] સંસારને ભય, સંવેગ-મોક્ષની ઈચ્છા અને પ્રશામ–ઉપશમની ઉત્પત્તિ કરનારા છે. સ્થાનાદિ રોગનાં પાંચ પ્રકારને ચારગુણ કરતાં વીશ ભેદ થાય છે. इच्छा तद्वत्कथाप्रीतिः, प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः, सिद्धिरन्यार्थसाधनम् ॥ ४ ॥ તથાવિધ સંપન્નની કથામાં પ્રીતિ તે ઈચછા ગ, તેનું સારી રીતે સેવન કરવારૂપ પ્રવૃત્તિયેગ, અતિચાર–દોષની શંકા જ જેમાં ન રહે તે સ્થિરોગ, તથા સાધ્યસિદ્ધિપૂર્વક અન્યને ઉપકાર કરવારૂપ સિદ્ધિયોગ જાણો. (એ પૂર્વોક્ત ભેદનું સ્વરૂપ કહ્યું.) ૪. તે યોગવાળા ગીની કથા-વાર્તા સાંભળતાં પ્રીતિ ઉપજે તે ઈરછાયેગ, અધિક પ્રયત્નથી શુભ ઉપાયોનું પાલન કરવું તે પ્રવૃત્તિયેગ, બાધક–અતિચારના ભયની હાનિ (ત્યાગ) એટલે જ્યાં અતિચાર લાગે નહિ તે સ્થિરતાયેગ, “તેના સંગે વૈરને ત્યાગ થાય ” ઈત્યાદિ પરાર્થનું સાધન થાય તે સિદ્ધિયોગ કહેવાય. अर्थालम्बनयोश्चैत्यवन्दनादौ विभावनम् । श्रेयसे योगिनः स्थानवर्णयोर्यत्न एव च ॥५॥ યોગી પુરુષને ચૈત્યવંદનાદિકમાં સ્થાન અને વર્ણને વિષે યત્ન તથા અર્થ અને આલંબન ચેગને વિષે એકાગ્રતા સહિત ઉપગ કલ્યાણને માટે થાય છે. પ. ચૈત્યવન્દનાદિ ક્રિયામાં અર્થ અને આલમ્બન એ બે યેગનું વિભાવન-વારંવાર સમરણ કરવું, તથા સ્થાન અને વર્ણને વિષે ઉદ્યમ જ ચગીના કલ્યાણ માટે થાય છે.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy