________________
લેખ સંગ્રહ : ૬ :
[૧૧૭] न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रान्तेस्तुर्यैवानुभवो दशा ॥ ७॥
જે સુષુપ્તિ નથી, સ્વપ્ન નથી અને જાગ્રતિ પણ નથી, પરંતુ મેહરૂપ અજ્ઞાનના વિનાશથી કલ્પના માત્ર જેમાં શાન્ત બને છે એવી ચોથી ઊજાગર દશા તે અનુભવદશા છે. ૭.
અનુભવ એ સુષુમિ દશા નથી, કારણ કે તે મેહરહિત છે, અને સુષુપ્તિ તો નિર્વિકલ્પ છે પણ મેહસહિત છે. વળી તે સ્વદશા અને જાગ્રદશા પણ નથી, કારણ કે ક૯પનારૂપ શિલ્પકારીગરીની વિશ્રાન્તિ–અભાવ છે અને સ્વપન તથા જાગ્રદશા તે કલ્પનારૂપ છે માટે અનુભવ એ ચોથી જ દશા-અવસ્થા છે.
अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥८॥
પૂર્ણ શબ્દરૂપ શાસ્ત્રબ્રહ્મને જાણ જે મહાત્માઓ અનુભવ દષ્ટિ કરશે તે સ્વસંવેદનવડે નિશ્ચયથી પરબ્રહ્મને અનુભવશે. ૮.
મુનિ શાસ્ત્રષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણુને અનુભવવડે અન્ય નિરપેક્ષ સ્વપ્રકાશરૂપ પરમ બ્રહ્મને જાણે છે.
२७ योगाष्टक मोक्षेण योजनाद् योगः, सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णालम्बनकाट्यगोचरः ॥१॥ મક્ષ સાથે જોડી–મેળવી આપે તેથી જ્ઞાનાચારાદિ સર્વ