________________
[૧૧૬]
શ્રી કરવિજયજી केषां न कल्पनाद:, शास्त्रक्षीरानगाहिनी । विरलास्तद्रसास्वाद-विदोऽनुभवजिह्वया ॥५॥
શાસ્ત્રરૂપ ક્ષીર ભજનને સર્વ કેઈ પિતપોતાની કલ્પનારૂપ કડછીથી અવગાહે છે–હલાવે છે, પરંતુ તેને સ્વાદ તે કઈ વિરલા અનુભવી મહાત્માઓ જ લઈ જાણે છે. પ.
કોની કલ્પનારૂપ કડછી શાસ્ત્રરૂપ ક્ષીરાન્નમાં અવગાહનારીપ્રવેશ કરનારી નથી ? અર્થાત્ સર્વેની કલ્પના શાસ્ત્રમાં પ્રવેશ કરે છે, પરંતુ અનુભવરૂપ જીભ વડે શાસ્ત્રરૂપ ક્ષીરના રસને આસ્વાદ-રહસ્ય ચર્વણાના જાણનારા થોડા છે. એટલે શાસ્ત્રજ્ઞાન તે બાહ્ય અને અનુભવ તે અંતરંગ એમ જાણવું
पश्यतु ब्रह्म निर्द्वन्द्वं, निर्द्वन्द्वानुभवं विना । कथं लिपीमयी दृष्टि-वाङ्मयी वा मनोमयी ॥६॥ નિદ્ધ અનુભવ પ્રાપ્ત થયા વિના નિદ્ધ બ્રહ્મને કોણ જાણે શકે છે? અર્થાત્ કઈ જ નહીં, માટે નિર્દઢ અનુભવ વિના લિપિમયી, વાણમયી અથવા મને મયી દષ્ટિ તે અસ્થાને છે અથવા કાર્યકર નથી. ૬.
નિર્બદ્ધ–સર્વ પ્રકારના કલેશ રહિત બ્રા–આત્મસ્વરૂપને દ્વન્દરહિત-શુદ્ધ અપરોક્ષ (પ્રત્યક્ષ) અનુભવ વિના લિપિમયીસંજ્ઞાક્ષરરૂપ, વાલ્મયી-વ્યંજનાક્ષર (ઉચ્ચારણ કરવા) રૂ૫ અને મને મયી–લધ્યક્ષર( અર્થના પરિજ્ઞાન)રૂપ દષ્ટિ કેવી રીતે દેખે? શાસ્ત્રદષ્ટિએ બ્રહ્મ ન જણાય, ચર્મદષ્ટિએ તે ન જ જણાય; પરન્તુ કેવળ અનુભવદષ્ટિએ જ જણાય.